Friday, December 5, 2025
Homeરાજ્યફોરેન ફંડો - એફપીઆઈઝ, FIIની સતત વેચવાલી સાથે એક્ઝિટ થઈ રહ્યાના સંકેતો...

ફોરેન ફંડો – એફપીઆઈઝ, FIIની સતત વેચવાલી સાથે એક્ઝિટ થઈ રહ્યાના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં 372 પોઈન્ટનો પ્રત્યાઘાતી ઘટાડો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૦૮.૩૩ સામે ૫૯૯૬૮.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૩૭૬.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૧.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૨.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૬૩૬.૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૦૯.૧૫ સામે ૧૭૮૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૯૨.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૯.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૭૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ૧૯, નવેમ્બર શુક્રવારના રોજ ગુરુનાનક જયંતિ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. પેટીએમ – વન ૯૭ કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરોના ઐતિહાસિક અંદાજીત રૂ.૧૮,૦૦૦ કરોડના મેગા આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને શેરોનું ઈસ્યુ ભાવ રૂ.૨૧૫૦ સામે ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયા બાદ સતત ઓફલોડિંગ – વેચવાલીએ શેર અંતે ઓનલી સેલરની ૨૭.૪૦%ની નીચલી સર્કિટમાં રૂ.૫૮૯.૨૦ તૂટીને રૂ.૧૫૬૦.૮૦ના તળીયે બંધ રહેતાં સેન્ટીમેન્ટ ડહોળાઈ ગયું હતું અને વિક-એન્ડને લઈ શેરોમાં ફોરેન ફંડોએ ઓલ રાઉન્ડ મોટાપાયે વેચવાલી કરતાં કડાકો બોલાઈ ગયો હતો.

- Advertisement -

ફોરેન ફંડો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારમાંથી સતત વેચવાલી સાથે એક્ઝિટ થઈ રહ્યાના સંકેતો સાથે આજે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોએ શેરોમાં સાર્વત્રિક હેમરીંગ કર્યું હતું. પેટીએમ – વન ૯૭ના શેરોના લિસ્ટિંગના ઘટાડાના કારણે આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ થયું હતું. ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી નીકળતાં અને ઓઈલ-ગેસ, રિયાલ્ટી શેરોમાં પણ ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રીયલ, રિયલ્ટી, સીડીજીએસ, યુટિલિટીઝ, આઇટી, હેલ્થકેર અને ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૯ અને વધનારની સંખ્યા ૧૦૦૧ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્વિસ બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યોરિટીઝે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની જીડીપી વૃદ્ધિનું અનુમાન ૮.૯%થી વધારીને ૯.૫% કર્યું છે. અગાઉ સપ્ટેમ્બર માસમાં જાહેર કરાયેલા અહેવાલમાં યુબીએસ સિક્યોરિટીઝે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૮.૯% રહેવાનો અંદાજ મૂક્યો હતો. વિદેશી બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતાં વધુ ઝડપી રિકવરી, ગ્રાહકોના કોન્ફિડન્સ લેવલમાં વધારો અને ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થવાને કારણે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન વધાર્યું છે.

જોકે આગામી વર્ષે એટલેકે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંત સુધીમાં વ્યાજ દર વધવાની આશંકા છે એટલેકે નીચા વ્યાજદરનો લાભ મળવાનો બંધ થતા ૨૦૨૩-૨૪માં વિકાસ દરમાં ઘટાડો થવાની વાત રેટિંગ એજન્સીએ કરી છે. યુબીએસ સિક્યોરિટીઝે વધુમાં કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો વૃદ્ધિ દર ૭.૭% રહેવાનો અંદાજ છે. તે જ સમયે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તે ૬% થઈ શકે છે. ઉપરાંત ભારતીય રિઝર્વ બેંક આગામી નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં વ્યાજદરોમાં ૦.૫%નો વધારો કરી શકે છે.

તા.૨૨.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૧૮.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૭૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૮૦૮ પોઈન્ટ થી ૧૭૮૩૮ પોઈન્ટ ૧૭૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૧૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૭૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૨૦૨ પોઈન્ટ થી ૩૮૩૭૩ પોઈન્ટ, ૩૮૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૫૪૩ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૬૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૬૩ ) :- રૂ.૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૭૨૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૪ થી રૂ.૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૭૧૫ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૩ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા મોટર ( ૫૦૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્સિયલ વિહિકલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૭ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૨૨૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૪૦ થી રૂ.૨૨૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ લાઇફ ( ૧૧૮૧ ) :- રૂ.૧૨૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૨ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૨૩ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૪૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરીઓ/પેટ્રો-પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૯૭ થી રૂ.૩૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દ પેટ્રો ( ૩૨૪ ) :- રૂ. ૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૧૭ થી રૂ.૩૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular