રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વિક્રમી તેજી જોવાયા બાદ અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન -ઘટાડાનો દોર ગત સપ્તાહની શરૂઆતમાં પણ ચાલુ રહ્યો હતો, પરંતુ શરૂઆતના નોંધપાત્ર ઘટાડા બાદ નીચા મથાળે સ્થાનિક ફંડોની લેવાલી નોંધાતા રિકવરી જોવા મળી હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગમાં બમણો કાપ મૂકવાનું એટલે કે બોન્ડ ટેપરીંગ બમણું કરવાનું જાહેર કર્યા સાથે ફુગાવા – મોંઘવારીને અંકુશમાં લેવા વર્ષ ૨૦૨૨માં ત્રણ વખત વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપ્યાને નેગેટીવને બદલે વૈશ્વિક બજારોએ પોઝિટીવ લેખી વૈશ્વિક બજારો પાછળ રિકવરી સાથે ફુગાવા પર ફોક્સ જરૂરી હોવાનું અને અર્થતંત્રને હવે સ્ટીમ્યુલસ – બોન્ડ બાઈંગની વધુ જરૂર નહીં હોવાનું જણાવીને આર્થિક મોરચે સારા સંકેત આપાતાં અને બીજી તરફ ચાઈનીઝ અર્થતંત્રમાં સતત ભંગાણને લઈ એડવાન્ટેજની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ની સીઝનમાં સારા પરિણામોની અપેક્ષા અને દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવા છતાં નેગેટીવમાં પોઝિટીવ અને પોઝિટીવ પરિબળોમાં નેગેટીવ બજારની ચાલ બતાવી ખેલંદાઓ, ટ્રેડરોને ખુવાર કરવાનો ફંડો, મહારથીઓનો ખેલ ચાલુ રાખી ઈન્ડેક્સ બેઝડ સતત મંદીને બ્રેક લગાવી હતી. વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને ઈન્ડેક્સ મેનેજ કરીને ઓમિક્રોનના કેસોમાં ચિંતાજનક વધારા સાથે મૃત્યુ આંકમાં પણ વધારો વૃધ્ધિ છતાં ફંડો તેજી કરતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
વર્ષ ૨૦૨૧ના વર્ષમાં જોવા મળેલી ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ની તેજીનો મોટાભાગનો લાભ ખાનગી કંપનીઓ જ ઉઠાવી રહી છે અને સરકાર આ લાભ ઉઠાવવામાં યા તો ઉદાસીન રહી છે અથવા તો તેમાં પાછળ પડી ગઈ હોવાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય છે. દેશની સેકન્ડરી માર્કેટમાં તેજીની સાથોસાથ પ્રાઈમરી માર્કેટ પણ વર્તમાન વર્ષમાં ધમધમી રહી છે અને ૨૦૨૧માં અંદાજીત ૫૩ જેટલા જાહેર ભરણાં મારફત કંપનીઓએ રૂ.૧,૧૪, ૬૫૩ કરોડ ઊભા કરી લીધા છે. વર્તમાન વર્ષના નવેમ્બર સુધીમાં આવેલા ૫૨ આઈપીઓમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા લવાયેલા આઈપીઓની સંખ્યા માત્ર બે જ જોવા મળી છે. જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી કુલ રૂ.૧.૧૦ ટ્રિલિયનની રકમમાંથી જાહેર ક્ષેત્રની બે કંપનીઓ દ્વારા રૂ.૫૪૫૩ કરોડ ઊભા કરાયા છે, જે કુલ રકમના ૫%થી પણ ઓછી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
છેલ્લા બે વર્ષથી સરકાર એલઆઈસી આઈપીઓ લાવવાની તૈયારી કરે છે. વર્તમાન તેજીમાં આ આઈપીઓ આવી જવો જોઈતો હતો. વર્તમાન કેલેન્ડર વર્ષ સમાપ્ત થવાને આરે છે અને નાણાં વર્ષ પૂરું થવાને ત્રણ મહિનાની વાર છે ત્યારે સરકાર એલઆઈસીનું ભરણું લાવી શકશે કે કેમ તે જોવાનું રહેશે. એલઆઈસી, બીપીસીએલ બીજી કેટલીક કંપનીઓ ડિસઈન્વેસ્ટમેન્ટ કરવા સરકાર ઈરાદો ધરાવે છે, પરંતુ તેમાં અપેક્ષિત ગતિ જોવા મળતી નથી. આઈપીઓ માટે ફાઈલિંગ્સ પણ ખાસ જોવા મળતા નથી. જે બે સરકારી કંપનીના આઇપીઓ આવ્યા છે તેમાં રેલટેલ કોર્પો.ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ (આઇઆરએફસી) કંપનીએ ચાલુ વષે ઇસ્યું રજૂ કર્યા હતા. આ બંને આઇપીઓ જાન્યુઆરી ૨૦૨૧માં આવ્યા હતા.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓક્ટોબર ૨૦૨૧માં અંદાજીત રૂ.૪૪૭૦.૯૯ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૦,૫૬૦.૨૭ કરોડની ખરીદી તેમજ ૨૨ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૨૫,૮૦૪.૨૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓક્ટોબર ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫,૫૭૨.૧૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૯,૯૦૧.૯૨ કરોડની વેચવાલી તેમજ ૨૨ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૩૨,૨૮૯.૯૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જોવા મળતા ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી વૈશ્વિક સ્તરે લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં હેલ્થી કરેકશન જોવા મળી શકે છે, ઉપરાંત સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે ઘટાડો જોવા મળી શકે છે.
બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ચૂક્યું છે. નેગેટીવ પરિબળો માથું ઉચકીને એક સાથે બજાર પર હાવી થવા લાગ્યા છે. ફરી યુરોપના દેશોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ, ફુગાવો – મોંઘવારી, અમેરિકામાં વ્યાજ દરોમાં ગમે તે ઘડીએ વધારો થવાની શકયતા અને ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવોની પરિસ્થિતિ અને ભારતીય શેરબજારમાં ઓવર વેલ્યુએશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોઈ ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૦૦૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૭૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૯૦૯ પોઇન્ટથી ૧૬૮૮૦ પોઇન્ટ, ૧૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૩૦૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૮૯૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૪૨૦૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઇન્ટથી ૩૫૨૭૨ પોઇન્ટ, ૩૫૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) લુપિન લિમિટેડ ( ૯૦૧ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૧૯ થી રૂ.૯૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૨૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૭૩ થી રૂ.૮૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૧૨ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) ભારત ફોર્જ ( ૬૮૪ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૬૪૯ ) :- રૂ.૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૬૧૬ ના સ્ટોગ સપોર્ટથી આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૬૬૭ થી રૂ.૬૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) કેડિલા હેલ્થકેર ( ૪૫૯ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૨૪ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૭૭ થી રૂ.૪૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) અંબુજા સિમેન્ટ ( ૩૬૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૩૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૨ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) મુથુત ફાઈનાન્સ ( ૧૪૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૧૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ટાટા સ્ટીલ ( ૧૧૧૬ ) :- આ સ્ટોક રૂ.૧૦૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) સન ફાર્મા ( ૭૮૫ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૬૭ નો પ્રથમ તેમજ રૂ.૭૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) ઈન્ફોસિસ લિ. ( ૧૮૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૪૭ થી રૂ.૧૮૨૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૦૯ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) HDFC બેન્ક ( ૧૪૩૭ ) :- રૂ.૧૪૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) સિપ્લા લિ. ( ૯૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૯૮ થી રૂ.૮૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૪૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) ઈમામી રિયલ્ટી ( ૯૨ ) :- રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૭૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) દ્વારિકેશ સુગર ( ૬૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સુગર સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) વક્રાંગી લિમિટેડ ( ૪૦ ) :- રૂ.૩૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૩ થી રૂ.૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૬૮૦૮ થી ૧૭૩૦૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )