રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહે વૈશ્વિક ચલણો સામે ડોલર મજબૂત બનતા અનેક દેશોની આયાત મોંઘી થવાની સાથોસાથ નાણાંકીય ભારણ વધતા આર્થિક હાલત કફોડી બનતા ફરી એકવાર વૈશ્વિક મંદીના અહેવાલે વૈશ્વિક બજારો સાથે સ્થાનિક શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. અમેરિકન અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે એવી ચિંતા વચ્ચે પણ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં આક્રમકતાથી વૃદ્ધિ કરશે એા સંકેત વચ્ચે અનેક નેગેટિવ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો, સ્થાનિક સંસ્થાઓ, લોકલ ફંડો તેમજ ખેલાડીઓ દ્વારા ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
જો કે, વૈશ્વિક બજારોની અનિશ્ચિત ચાલની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર દ્વારા ફુગાવો ટોચ બનાવી ચૂક્યો હોવાના અને બે વર્ષમાં ૪%ના સ્તરે આવવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવતાં ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડા તફડીના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની લેવાલીએ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રિકવરી જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
વિદેશી રોકાણકારોની રિ-એન્ટ્રી, ભારતીય શેરમાર્કેટમાં તેજી, ડોલરમાં નરમાઈ – રૂપિયામાં તેજી અને ક્રૂડમાં મંદી ચાલ વચ્ચે પણ ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં ફરી ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ૧૨ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૨.૨૩૮ અબજ ડોલર ઘટીને ૫૭૦.૭૪ અબજ ડોલર થયું છે. તો તેની અગાઉ ૫ ઓગસ્ટના રોજ પૂરા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ ૮૯.૭ કરોડ ડોલર ઘટીને ૫૭૨.૯૭૮ અબજ ડોલર થયું હતુ, જો કે બહારી દેવાની મર્યાદિત સ્થિતિ કોઈપણ બહારી આંચકાને પહોંચી વળવામાં ભારતને મદદરૂપ થઈ શકશે અને વર્તમાન વર્ષના અંત સુધીમાં ભારતનું ફોરેકસ રિઝર્વ ફરી પાછું ૬૦૦ અબજ ડોલરના આંકને આંબી જવાની પણ એસએન્ડપી દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
૧૨ ઓગસ્ટના સપ્તાહના અંતે દેશના ફોરેકસ રિઝર્વનો આંક ૫૭૦.૭૪ અબજ ડોલર રહ્યો હતો જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ૬૪૨ અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી નોંધપાત્ર નીચો હતો. હાલમાં ભારત જે સાઈકલિકલ પડકારોનો સામનો કરી રહ્યું છે તે સામે ટકી રહેવા તેણે આ અગાઉ જ ફોરેકસ રિઝર્વ ઊભું કરી દીધું. ટૂંકા ગાળાના દબાણો તરફથી ભારતની આર્થિક સદ્ધરતા સામે કોઈ જોખમ જણાતું નથી તેથી એસએન્ડપી ભારત માટે સ્થિર આઉટલુક સાથે બીબીબી- રેટિંગ ધરાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૩૦% રહેવાની પણ એસએન્ડપીની ધારણાં છે. ડોલર સામે રૂપિયાનો વિનિમય દર ઘટયો છે. વર્તમાન વર્ષમાં ડોલર સામે રૂપિયો અંદાજીત ૭% ઘટ્યો છે, પરંતુ પોતાના હરિફ ઊભરતા દેશોની સરખામણીએ ભારતીય ચલણની સ્થિતિ ડોલર સામે મજબૂત જોવા મળી રહી છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી, જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૧૦૫૪૬.૯૩ કરોડની ખરીદી તેમજ ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૭૦૦૯.૫૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી, જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૬૫૬૭.૭૧ કરોડની વેચવાલી તેમજ ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૮૪૭૨.૧૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, કોમોડિટીના વૈશ્વિક ભાવ સૂચવતા ઈન્ડેકસો ઓગસ્ટ માસમાં સ્થિર રહ્યા છે અને તેમની ટોચેથી અંદાજીત ૯ થી ૨૫% ઘટયા છે. જુલાઈ માસની સરખામણીએ ક્રુડ તેલના ભાવ પણ અંદાજીત ૮ % ઘટયા છે, ઉપરાંત ઓગસ્ટ માસમાં રૂપિયો પણ પ્રમાણમાં સ્થિર થયો છે. ભારતની અસ્થિરતાનો કપરો સમયગાળો કદાચ પૂરો થઈ ગયો છે અને ફુગાવો તથા વેપાર ખાધમાં તબક્કાવાર ઘટાડો થશે એમ મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું છે. ભારતનો ફુગાવો ઓગસ્ટ માસમાં ૭ થી ૭.૨૦% રહ્યા બાદ સપ્ટેમ્બર માસમાં તે ઘટી ૭% રહેશે અને ત્યારબાદ તેમાં તબક્કાવાર ઘટાડો થશે, તેવી અપેક્ષા રાખવામા આવી રહી છે. કોમોડિટીના નીચા ભાવ તથા પેટ્રોલિયમ પ્રોડકટસ પરના ટેકસમાં આંશિક પીછેહઠ વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરશે.
જો કે વૈશ્વિક સ્તરે અમેરિકામાં રિટેલ ફુગાવો માર્ચ માસથી ૮%થી ઉપર રહ્યા કરે છે અને જુલાઈ માસનો આંક ગયા વર્ષની સરખામણીએ ૮.૫૦% વધુ છે. જુનની સરખામણીએ જુલાઈ માસનો આંક ભલે નીચો રહ્યો હોય તેમ છતાં તે ઊંચો છે. જુનનો ફુગાવો ૪૦ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો. જુલાઈ માસની બેઠકમાં ફેડરલે વ્યાજ દરમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. વર્તમાન વર્ષના માર્ચથી ફેડરલે પોલિસી રેટમાં કુલ ૨૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે ફુગાવાજન્ય દબાણો ઘટી રહ્યા હોવાના ખાસ પુરાવા નજરે નહીં પડતા આગામી મહિનાના અંતે મળનારી બેઠકમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં અંદાજીત ૦.૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવી ધારણાં વચ્ચે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 17678 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17474 પોઇન્ટના પ્રથમ અને 17303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17787 પોઇન્ટથી 17808 પોઇન્ટ, 17888 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17888 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 39290 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 39676 પોઇન્ટના પ્રથમ અને 39808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 39009 પોઇન્ટથી 38808 પોઇન્ટ, 38676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 39808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) એચસીએલ ટેક્નોલોજી ( 940 ) :- ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.923 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.909 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.963 થી રૂ.970 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.989 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) એક્સિસ બેન્ક ( 751 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.727 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.707 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.767 થી રૂ.780 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) લુપિન લિમિટેડ ( 650 ) :- રૂ.633 નો પ્રથમ તેમજ રૂ.616 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.676 થી રૂ.690 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
૪) કલ્પતરુ પાવર ( 390 ) :- એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.404 થી રૂ.414 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.373 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) નોસિલ લિમિટેડ ( 265 ) :- રૂ.250 નો પ્રથમ તેમજ રૂ.244 ના સ્ટોગ સપોર્ટથી સ્પેશયાલીટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.274 થી રૂ.283 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ઓઈલ ઈન્ડિયા ( 191 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.177 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.202 થી રૂ.212 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) શ્રેયસ શિપિંગ ( 377 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.363 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.388 થી રૂ.394 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) ઈમામી પેપર ( 181 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેપર અને પેપર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.173 આસપાસ રોકાણકારે રૂ.189 થી રૂ.195 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.165 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ઈન્ફોસિસ લિમિટેડ ( 1536 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1508 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1553 થી રૂ.1570 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) સન ફાર્મા ( 888 ) :- આ સ્ટોક રૂ.870 નો પ્રથમ તેમજ રૂ.858 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.898 થી રૂ.909 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) બાયોકોન લિમિટેડ ( 308 ) :- 2300 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.293 નો પ્રથમ તેમજ રૂ.286 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.318 થી રૂ.323 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) મહિન્દ્રા & મહિન્દ્રા ( 1285 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1303 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1313 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1270 થી રૂ.1255 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1320 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) સિપ્લા લિમિટેડ ( 1028 ) :- રૂ.1044 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1054 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1008 થી રૂ.997 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1060 ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) વિપ્રો લિમિટેડ ( 420 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.434 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.443 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.404 થી રૂ.397 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.450 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) ડીસીબી બેન્ક ( 96 ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.108 થી રૂ.115 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.88 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) નેશનલ એલ્યુમિનિયમ ( 81 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે એલ્યુમિનિયમ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.74 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.88 થી રૂ.94 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) એનએલસી ઈન્ડિયા ( 75 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.66 નો પ્રથમ તેમજ રૂ.60 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇલેક્ટ્રિક યુટીલીટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.79 થી રૂ.84 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) માર્કસન્સ ફાર્મા ( 51 ) :- રૂ.44 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.56 થી રૂ.60 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.60 ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ 17474 થી 17808 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )