Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયભારે હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓને ભારતીયો જવાનોએ બચાવ્યા

ભારે હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓને ભારતીયો જવાનોએ બચાવ્યા

ભારતીય સેના દેશને દુશમનોથી બચાવવાના કે લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાં બહાર કાઢવામાં હંમેશા મોખરે ઉભી જોવા મળે છે. સેનાએ આવું જ એક બહાદુર પરાક્રમ કર્યું હતું, જેમાં સેનાના જવાનો પોતાના જીવ જોખમમાં મૂકીને પણ હિમવર્ષાને કારણે ફસાયેલા 500 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવ્યા હતા.

- Advertisement -

ભારતીય સેનાના જવાનોએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 કરતા પણ વધારે પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સેનાના નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular