Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયશૂટિંગમાં ભારતીય નિશાનબાજોનો સારો દેખાવ

શૂટિંગમાં ભારતીય નિશાનબાજોનો સારો દેખાવ

- Advertisement -

સેન્સેશનલ સૌરભ ચૌધરીની આગેવાની હેઠળના ભારતના ઓલિમ્પિક્સમાં જનારા શૂટરોએ યુરોપીયન ચેમ્પિયનશિપમાં મિકસ્ડ એર પિસ્તોલ અને એર રાઇફલ ઇવેન્ટ્સમાં જબરજસ્ત દેખાવ કર્યો છે. ગેસ્ટ ઇન્વાઇટી તરીકે મિનિમમ ક્વોલિફાઇંગ સેક્શનમાં ભાગ લેતા ઇલાવેનિલ વલવારિન અને દિવ્યાંશસિંઘ પરમારે દિવસનો પ્રારંભ જ પ્રથમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 630.6 પોઇન્ટથી કર્યો હતો. તે કુલ 51 જોડીમાં બીજા ક્રમે આવ્યા હતા. જો તે મુખ્ય ઇવેન્ટમાં ભાગ લેતા હોત તો આ દેખાવના આધારે ટોચના આઠમાં પહોંચી ગયા હોત.

- Advertisement -

10 મીટર એર પિસ્તોલની મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની ભારતની ટોચની જોડીએ 600માંથી 580 પોઇન્ટ કરીને કુલ 43 જોડીમાં બીજા ક્રમે આવી હતી.30 શોટના રાઉન્ડમાં ઇલાવેનિલ અને દિવ્યેશ લગભગ જોડે જ ચાલ્યા હતા. બંનેએ અનુક્રમે 315.8 અને 314.8નો સ્કોર નોંધાવ્યો હતો. ચૌધરીએ પણ 300માંથી 294 પોઇન્ટનો સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે ભાકરે 286 પોઇન્ટનો સ્કોર નોંધાવ્યો હતો.

મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં અર્જુન મુદગીલ અને દીપક કુમારની જોડીએ 622.2 પોઇન્ટ સાથે 38મા ક્રમે આવ્યા હતા અને એમક્યુએસ સેક્શનની પાંચ જોડીમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. અન્ય ભારતીય જોડી યશસ્વિનીસિંહ દેશવાલ અને અભિષેક વર્મા મિકસ્ડ ટીમ પિસ્તોલ સ્પર્ધામાં 575 પોઇન્ટ સાથે નવમાં ક્રમે આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular