Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને શ્રીલંકન નાગરિકોના ઉડાવ્યા હોંશ

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને શ્રીલંકન નાગરિકોના ઉડાવ્યા હોંશ

કંગાળ થયેલા શ્રીલંકાને પડ્યા પર પાટુ

- Advertisement -

ભારતની મુખ્ય ઓઈલ માર્કેટિંગ કંપની IOCએ શ્રીલંકામાં પેટ્રોલના ભાવમાં લીટરે રૂપિયા 50 અને ડીઝલના ભાવમાં લીટરે રૂપિયા 75નો વધારો ઝીકીને શ્રીલંકન નાગરિકોના હોશ ઉડાવી દીધા છે. શ્રીલંકામાં સર્જાયેલી ઇંધણની કટોકટીના પગલે ભારતીય કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકન સરકારની આજીજીના અનુસંધાને તેમને ઇંધણ સપ્લાય કરવામાં આવે છે. દરમ્યાન છેલ્લા બે સપ્તાહ થી ચાલતા યુક્રેન રશિયા યુદ્ધને કારણે ક્રુડના ભાવમાં જબ્બર ઉછાળો આવતા ભારતીય કંપની IOCને આંતરરાષ્ટ્રીય બઝાર સાથે તાલમેલ મિલાવવા માટે આ તોતિંગ વધારો ઝીક્વાની ફરજ પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ગત દિવાળી બાદ પેટ્રોલ ડીઝલ ના ભાવમાં એક પૈસાનો પણ વધારો કરવામાં આવ્યો નથી.

- Advertisement -

શ્રીલંકાની આર્થિક હાલત અત્યંત બદતર હોય, તેમની સરકારે ભારત પાસે ઇંધણ સપ્લાયની આજીજી કરી હતી. જેના અનુસંધાને ભારત દ્વારા તેમને ઇંધણ નો જથ્થો પૂરો પાડવામાં આવે છે. IOCએ કરેલા આ ભાવ વધારાને પગલે શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 254 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 214 પહોચી ગયો છે.

IOCના જણાવ્યા અનુસાર શ્રીલંકા સરકાર તરફથી કોઈ સબસીડી આપવામાં આવતી નથી પરિણામે કંપની હાલના ભાવ પ્રમાણે મોટી ખોટ ઉઠાવી શકે તેમ ન હોય, ભાવ વધારવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો ન હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular