ભારતીય સેનાએ આજે 15 જાન્યુઆરીએ આર્મી ડે પરેડ દરમિયાન તેના કર્મચારીઓ માટે નવો યુનિફોર્મ રજુ કર્યો છે. ડિજિટલ વિક્ષેપકારક પેટર્ન પર આ યુનિફોર્મ આધારિત છે. રાજધાની દિલ્હીમાં કેન્ટના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે આર્મી દ્વારા પરેડ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત નવા યુનિફોર્મમાં સેનાના જવાનો નજર આવ્યા છે.
#WATCH | Delhi: Indian Army’s Parachute Regiment commandos marching during the Army Day Parade in the new digital combat uniform of the Indian Army. This is the first time that the uniform has been unveiled in public. pic.twitter.com/j9D18kNP8B
— ANI (@ANI) January 15, 2022
આ વર્ષની પરેડ ખાસ છે કારણ કે પહેલીવાર ભારતીય સૈનિકોના નવા કોમ્બેટ યુનિફોર્મ સાથે જોવા મળી છે. NFIT દ્વારા તૈયાર કરવામાં આવેલ આ યુનિફોર્મને સૈનિકો યુદ્ધક્ષેત્ર અને ઓપરેશનલ એરિયામાં ડિજિટલ પેટર્ન પર પહેરશે. આજે જેસલમેરની ધરતી પર વિશ્વનો સૌથી મોટો ધ્વજ ફરકાવવામાં આવશે. આર્મી ડે નિમિત્તે ત્રિરંગો 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો, વજન લગભગ એક હજાર કિલો છે. આ ધ્વજની ખાસ વાત એ છે કે તેને ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાવવામાં આવ્યો છે. ખાદીથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ આઝાદીના 75 વર્ષ નિમિત્તે જેસલમેરમાં આર્મીના વોર મ્યુઝિયમ પાસે એક પહાડીની ટોચ પર ફરકાવવામાં આવશે.