Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સઅંતિમ ટી-20 અને સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનું ફિંડલું

અંતિમ ટી-20 અને સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનું ફિંડલું

- Advertisement -

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે t-20 સિરિઝનો છેલ્લો મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાયો હતો. સિરિઝની આખરી મેચમાં ભારતે 88 રને જીત મેળવીને સિરિઝ 4-1થી જીતી લીધી હતી. ભારતે આપેલા 189 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 100 રનમાં ખખડી ગઈ હતી. તેઓ 15.4 રનમાં 100 રન જ ઓલઆઉટ થઈ ગયા હતા. ભારત તરફથી સૌથી વધુ રવિ બિશ્નોઈએ 4 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલ અને કુલદિપ યાદવે 3-3 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન શિમરોન હેટમાયરે 56 રન કર્યા હતા. બાકીના કેરેબિયન પ્લેયર્સ ચાલ્યા જ નહોતા.

- Advertisement -

અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન શ્રેયસ અય્યરે 64 રન બનાવ્યા હતા. દીપક હૂડ્ડાએ 38 રન કર્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ ઓડિયન સ્મિથે 3 વિકેટ ઝડપી હતી. તો જેસન હોલ્ડર, ડોમિનિક ડ્રેક્સ અને હેડેન વોલ્શને 1-1 વિકેટ મળી હતી.ભારતે 4-1થી શ્રેણી જીતી લીધી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular