ભારતીય નૌકાદળ અને DRDO આ વર્ષે ITCM ક્રુઝ મિસાઈલનું જહાજ-લોન્ચ પરીક્ષણ કરશે. જે 1000 કિ.મી.ની રેન્જ ધરાવતી નિર્ભય સબસોનિક મિસાઈલનું એક અદ્યતન સંસ્કરણ છે તે જમીન અને દરિયાઈ લક્ષ્યોને સચોટ રીતે પ્રહાર કરશે. પહેલાં SLCM અને LRLACM સફળ રહ્યા હતાં અને હવે જહાજ પ્રકાર છે તે બ્રહોસ મિસાઇલનો રસ્તો વિકલ્પ પુરો પાડશે અને નૌકાદળને મજબુત બનાવશે.
આ વર્ષના અંતમાં સ્વદેશી ટેકનોલોજી ક્રુઝ મિસાઈલનું પ્રક્ષેપણ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યા છે. જે ભારતની નૌકાદળને મજબુત બનાવવા માટે એક મોટું પગલું છે ત્યારે ભારતને બહુમુખી અને લાંબા અંતરની સબસોનિક ક્રુઝ મિસાઈલ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જે મિસાઈલ 1000 કિલોમીટર દૂરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
ITCM એ નિર્ભય ક્રુઝ મિસાઈલ પ્રોજેકટનું ઉત્ક્રાંતિ છે તે એક સબસોનિક મિસાઈલ છે જે જમીન અને સમુદ્ર બન્ને લક્ષ્યોને સચોટ રીતે પ્રહાર કરવામાં સક્ષમ છે તેની રેન્જ 1000 કિલોમીટર છે આ મિસાઇલમાં અદ્યતન એવિઓનિકસ અદ્યતન નેવિગેશન અને ગ્રાઉન્ડ હલ ક્ષમતા છે. જે તેને દુશ્મનના રડારથી બચાવવામાં મદદ કરશે. સબમરીન લોન્ચડ મિસાઈલ ફેબ્રુઆરી-2023 માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. તેને સબમરીનથી પાણીની અંદર લોન્ચ કરવામાં આવી છે જે ભારતની પાણીની અંદર પ્રહાર ક્ષમતામાં વધારો કરે છે.
જ્યારે લાંબા અંતરની જમીન પર હુમલો કરતી ક્રુઝ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ 12 નવેમ્બર-2024 ના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઈન્ટીગે્રટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું. તેને મોબાઇલ લોન્ચરથી છોડવામાં આવ્યું હતું. 1000 કિ.મી. રેન્જ અને ચોક્સાઈ નેવિગેશનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાંબા અંતરના હુમલા માટે ભારતીય વાયુસેનાના SU-30MKI અને રાફેલ વિમાનમાં તેને સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રકારનું ટૂંક સમયમાં પરીક્ષણ કરવામાં આવશે. તે નૌકાદળના યુદ્ધ જહાજોમાંથી છોડવામાં આવશે અને દૂરથી દુશ્મનના લક્ષ્યોને નિશાન બનાવશે જેના માટે એક કામચલાઉ વર્ટિકલ લોન્ચ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. જે ખાસ કરીને યુદ્ધ જહાજો માટે રચાયેલ છે.

આ લોન્ચર જહાજોમાંથી સરળતાથી મિસાઇલ લોન્ચ કરવાની મંજૂરી આપશે. ભારતીય નૌકાદળ જૂના રશિયન UKSK સેલને યુનિવર્સલ વર્ટિકલ લોન્ચ મોડયુલ્સથી બદલી રહ્યું છે. આનાથી બ્રહોસ અને ITCM જેવી બહુવિધ મિસાઈલો એક જ સ્થાનથી લોન્ચ કરી શકાશે. આ પરીક્ષણનું મુખ્ય ધ્યાન મિસાઈલને જહાજની રડાર સિસ્ટમ સાથે સંકલિત કરવાનું છે. જો આ પરીક્ષણ સફળ થશે તો ભારતીય નૌકાદળ આશરે રૂા.5000 કરોડના ખર્ચે આશરે 200 LRLACM મિસાઈલો ખરીદશે. જહાજ દ્વારા લોન્ચ કરાયેલા ITCM નૌકાદળની પરંપરાગત પ્રતિરોધક ક્ષમતાઓને વધારશે. તે હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી નૌકાદળની હાજરીનો સામનો કરવામાં અને પાકિસ્તાની દરિયાઈ શક્તિનો સામનો કરવામાં મદદ કરશે. આ પરીક્ષણ ભારતની સ્વદેશી શસ્ત્ર નિર્માણ ક્ષમતાઓને વિશ્ર્વ સમક્ષ પ્રદર્શિત કરશે. ડીઆરડીઓ અને નૌકાદળની ટીમ સાથે મળીને ભારતને એક મજબુત સંરક્ષણ પ્રણાલી પુરી પાડી રહી છે. આ મિસાઈલ ટૂંક સમયમાં આપણી નૌકાદળનું નવું શસ્ત્ર બનશે.


