Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયન્યૂયોર્ક એસેમ્બ્લીમાં કાશ્મીર ઠરાવનો ભારતે કર્યો વિરોધ

ન્યૂયોર્ક એસેમ્બ્લીમાં કાશ્મીર ઠરાવનો ભારતે કર્યો વિરોધ

- Advertisement -

ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે આક્રામક વિરોધ નોંધાવ્યો છે અને ભારતની આંતરીક બાબતોમાં દખલ કરી રહ્યા હોવાનું કહ્યું છે. આ ઠરાવ કાશ્મીરીઓને વિભાજીત કરવા માટેનું એક કાવતરૂં પણ માનવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બ્લીમાં પસાર કરાયેલા આ ઠરાવને એસેમ્બ્લી મેમ્બર નાદેર સાયેઘ અને અન્ય 12 સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ ઠરાવમાં કાશ્મીરી નાગરિકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા અને તેમાં કહ્યું છે કે ન્યૂયોર્કમાં કાશ્મીરી કોમ્યૂનિટીનું મોટુ યોગદાન છે.

- Advertisement -

આ સ્થિતિ વચ્ચે ન્યૂયોર્ક માનવ અધિકારોના રક્ષણ માટે હંમેશા આગ્રેસર રહ્યું છે જેમાં ધાર્મિક સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. દ્ જ્યારે ભારતે આ ઠરાવની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીર ભારતનો હિસ્સો છે આ પ્રકારના ઠરાવ પસાર કરીને કાશ્મીરીઓને ધર્મ અને વિવિધ પ્રાંતોના આધારે વિભાજીત કરવાનું આ કાવતરૂં છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. ભારતની વોશિંગ્ટન સ્થિત એમ્બેસીના અધિકારીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમેરિકાની જેમ ભારત પણ લોકશાહી પર આધારીત દેશ છે. અમને ધ્યાનમાં આવ્યું છે કે ન્યૂયોર્ક એસેમ્બ્લીમાં કાશ્મીર અમેરિકા ડે નામનો ઠરાવ પસાર કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular