Sunday, September 8, 2024
Homeસ્પોર્ટ્સટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચ્યો, 5ગોલ્ડ સહીત 19 મેડલ જીત્યા

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચ્યો, 5ગોલ્ડ સહીત 19 મેડલ જીત્યા

જાણો કયા ખેલાડીએ કઈ રમતમાં મેડલ જીત્યા

- Advertisement -

Paralympic Indian Winners

- Advertisement -

ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. આવું પ્રથમ વખત બન્યું છે જેમાં મેડલનો આંકડો ડબલ ડીજીટમાં પહોચ્યો છે. ભારતે 5ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને 24મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતે એથલેટિક્સમાં 8 મેડલ, શુટિંગમાં 5, બેડમીન્ટનમાં 4, ટેબલટેનીસમાં 1 અને તીરંદાજીમાં 1 મેડલ જીત્યો છે.

જાણો કયા ખેલાડીએએ કઈ રમતમાં કયો મેડલ જીત્યો

- Advertisement -

સુમિત અંતીલ (જેવેલિન થ્રો) – ગોલ્ડ મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતના સુમિત અંતીલે જેવેલિન થ્રો (ભાલા ફેંક) વર્ગ F-64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે ફાઇનલમાં 68.55 મીટરના થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

- Advertisement -

પ્રમોદ ભગત (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં બૅડમિન્ટની મેન્સ સિંગલ્સની એસએલ૩ ઇવેન્ટમાં ગઈ કાલે ભારતના પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.દેશનો બેસ્ટ પૅરા બૅડમિન્ટન ખેલાડી ગણાતા પ્રમોદ ભગત અત્યાર સુધી જુદી જુદી સ્પર્ધાઓમાં ૪૫ જેટલા મેડલો જીતી ચુક્યો છે. 

કૃષ્ણ નાગર (બેડમિન્ટન)-ગોલ્ડ મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં કૃષ્ણા નાગરે બેડમિન્ટન SH6 ક્લાસ ફાઇનલમાં કૃષ્ણા નાગરે હોંગકોંગના ચુ માન કેઇને 21-17, 16-21, 21-17થી હરાવ્યો.

મનીષ નરવાલ, અવની લેખારા(શુટિંગ)- ગોલ્ડ

પીફોર મિક્સ્ડ ૫૦ મીટર પિસ્તોલની એસએચ-1 કૅટેગરીમાં ભારતીય ખેલાડીઓએ જવલ્લે જ જોવા મળતી કમાલ કરી દેખાડી હતી. આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બન્ને મેડલ ભારતીય ખેલાડીઓ જીત્યા હતા. મનીષ નરવાલે ગોલ્ડ અને સિંહરાજ અધાનાએ સિલ્વર જીત્યો. 19 વર્ષીય ભારતીય શૂટર અવનીએ મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન SH1માં 445.9 પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એક જ પેરાલિમ્પિક ઈવેન્ટમાં આ તેનો બીજો મેડલ છે. 

8 સિલ્વર મેડલ

યોગેશ કઠુનિયા, નિષાદ કુમાર, માંરીય્પન, પ્રવીણ કુમાર, દેવેન્દ્ર ઝાઝરીયા પાંચેએ એથલેટીક્સમાં 5સિલ્વર મેડલ જીત્યા આ ઉપરાંત  સુહાસ યીરાજે બેડમિન્ટનમાં, સિંધરાજ અધાનાએ શુટિંગમાં, ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનીસમાં સિલ્વર મેડલ જીત્યો.

6 બ્રોન્ઝ મેડલ

હરવિંદરસિંહે તીરંદાજીમાં, શરદ કુમાર અને સુંદરસિંહે એથલેટીક્સમાં, મનોજ સરકારે બેડમિન્ટનમાં, સિંઘરાજસિંહે શુટિંગમાં, અવની લેખારાએ શુટિંગમાં બ્રોન્ઝ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular