ત્રણ દિવસના યુરોપ પ્રવાસના અંતિમ તબકકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ફ્રાન્સની મુલાકાત લીધી હતી. જયાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ઇમેન્યુલ મેક્રો સાથે મુલાકાત કરી હતી. તેમજ ભારત અને ફ્રાન્સના સંબંધોનો નવો આયામ રચાયો હતો. અનેક ક્ષેત્રે ફ્રાન્સ સાથે કરાર થયા હતા. આ અગાઉ પ્રધાનમંત્રી ડેન્માર્કના કોપનહેગનમાં નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.આ સંમેલનમાં ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતાઓ જોડાયા હતા.