Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સઆવતીકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ

આવતીકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ

હાલની સ્થિતિએ બંને બળિયા પૂરવાર

- Advertisement -

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલા બીજા વનડે મેચમાં ભારતે આપેલા 337 રનના લક્ષ્યાંકને ઈંગ્લેન્ડે સરળતાથી પાર પાડયું હતું અને 6 વિકેટે જીત મેળવીને શ્રેણી જીવંત રાખી હતી. ભારતે પહેલી બેટિંગ કરતા કોહલી અને પંતની આક્રમક બેટિંગ અને કેએલ રાહુલની સદીની મદદથી 336 રન કર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે મજબુત શરૂઆત કરી હતી. જેમાં જોની બેયરસ્ટોના 124 રન અને બેન સ્ટોક્સના માત્ર 52 બોલમાં 99 રનની મદદથી આસાન જીત મળી હતી. ઈંગ્લેન્ડે નિયત લક્ષ્યાંક માત્ર 43.3 ઓવરમાં પાર પાડયું હતું. હવે આગામી’ મેચ 28 માર્ચના રોજ રમાશે. જે બન્ને ટીમ માટે શ્રેણી જીતવા મહત્વનો બની રહેશે.

- Advertisement -

ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે શરૂઆતથી સાવચેતી ભરી રમત બતાવી હતી. જેમાં 110 રન સુધી ભારતીય બોલરોને કોઈ વિકેટ પણ મળી નહોતી. 110ના કુલ સ્કોરે જેસ રોયના રૂપમાં પહેલી સફળતા મળી હતી. રોય 55 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સે બાજી સંભાળી હતી અને ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત કરી હતી. બેયરસ્ટોએ 112 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 124 રન કર્યા હતા. જ્યારે બેન સ્ટોક્સે માત્ર 52 બોલમાં ચાર ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 99 રન કર્યા હતા. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 અને ભુવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમને પહેલો ઝટકો ખૂબ ઝડપથી લાગ્યો હતો. જેમા શિખર ધવન 9 રનના કુલ સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન બીજી વિકેટ 37 રનના કુલ સ્કોરે પડી હતી. જેમાં રોહિત શર્મા 25 રન કરીને આઉટ થયો હતો. બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારતીય ઈનિંગને મજબૂતી આપી હતી. જેમાં કોહલીએ 79 બોલમાં 66 રન કર્યા હતા. આ દરમિયાન 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. બીજી તરફ કેએલ રાહુલે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. રાહુલે 114 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 108 રન કર્યા હતા. રાહુલની વિકેટ 45મી ઓવરમાં પડી હતી અને ત્યારે ભારતનો સ્કોર 271 રન થયો હતો. બીજી તરફ ઋષભ પંતે પણ તાબડતોડ બેટિંગનો પરચો બતાવ્યો હતો.’ પંતે માત્ર 40 બોલમાં 77 રન ઝુડી કાઢ્યા હતા. આ દરમિયાન 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારી દીધા હતા. જ્યારે હાર્દિક પંડયાએ પણ અંતિમ ઓવરોમાં 16 બોલમાં 35 રન કર્યા હતા. જેના પગલે ભારતે નિયત 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રનનો સ્કોર ઉભો કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular