પ્લેયર ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે 27 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 55 રનની યાદગાર ઈનિંગ રમતા તેમજ જોરદાર ફોર્મ ધરાવતા હાર્દિક પંડયાએ 31 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 46 રન ફટકારતા ભારતે સાઉથ આફ્રિકાને પાંચ ટી-20ની શ્રેણીની ચોથી ટી-20માં અહીં ખંઢેરી સ્ટેડિયમ પર 82 રનથી પરાજય આપ્યોહતો. ભારતે આપેલા 170ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ શરણાગતિ સ્વીકારતા તેઓ 16.5 ઓવરમાં માત્ર 87 રને ખખડી ગયા હતા. અવેશ ખાને 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ બે મેચ સાઉથ આફ્રિકાએ રન ચેઝ કરીને જીતી હતી. ભારતને શ્રેણીમાં ટકી રહેવા અને જીતવાની આશા જીવંત રાખવા તે પછીથી બંને ટી-20 જીતવી જ પડે તેમ હતી જે તેઓએ કરી બતાવ્યું છે. હવે બંને ટીમ 2-2થી બરાબરીએ હોઈ પાંચમી અને આખરી મેચ નિર્ણાયક બની રહેશે. જે રવિવારે બેંગ્લોરમાં રમાશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ સતત ચોથી મેચમાં ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી નહોતી રહી અને 6.1 ઓવરોમાં 40 રનના સ્કોરે જ ટોચની 3 વિકેટ ગુમાવી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાં ખાસ પ્રભાવ નથી પાડી શક્યો અને પાંચ રને જ સાત બોલ રમી ઓપનિંગમાં આવીને આઉટ થયોહતો. તેવી જ રીતે શ્રેયસ ઐયર પણ બે બોલમાં 4 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. આ શ્રેણીમાં ત્રણ ટી-20માંથી બે અડધી સદીના ફોર્મ સાથે ઉતરેલા ઈશાન કિશને તેના મિજાજ કરતા ધીમી રમત બતાવી હતી. જો કે સેટ થઈને તે આક્રમક બનશે તેમ લાગતું હતું ત્યાં જ 26 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથેના 27 રને આઉટ થયો હતો. 40 રને ત્રીજી વિકેટ કિશનની પડી તેમાથી 27 રન તો કિશનના જ હતા. પ્લેયર ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે 27 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 55 રનની યાદગાર ઈનિંગ રમતા તેમજ જોરદાર ફોર્મ ધરાવતા હાર્દિક પંડયાએ 31 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 46 રન ફટકારતા ભારતે સાઉથ આફ્રિકાને પાંચ ટી-20ની શ્રેણીની ચોથી ટી-20માં અહીં ખંઢેરી સ્ટેડિયમ પર 82 રનથી પરાજય આપ્યોહતો. ભારતે આપેલા 170ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ શરણાગતિ સ્વીકારતા તેઓ 16.5 ઓવરમાં માત્ર 87 રને ખખડી ગયા હતા. અવેશ ખાને 18 રનમાં 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ બે મેચ સાઉથ આફ્રિકાએ રન ચેઝ કરીને જીતી હતી. ભારતને શ્રેણીમાં ટકી રહેવા અને જીતવાની આશા જીવંત રાખવા તે પછીથી બંને ટી-20 જીતવી જ પડે તેમ હતી જે તેઓએ કરી બતાવ્યું છે.
હવે બંને ટીમ 2-2થી બરાબરીએ હોઈ પાંચમી અને આખરી મેચ નિર્ણાયક બની રહેશે. જે રવિવારે બેંગ્લોરમાં રમાશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ સતત ચોથી મેચમાં ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી નહોતી રહી અને 6.1 ઓવરોમાં 40 રનના સ્કોરે જ ટોચની 3 વિકેટ ગુમાવી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાં ખાસ પ્રભાવ નથી પાડી શક્યો અને પાંચ રને જ સાત બોલ રમી ઓપનિંગમાં આવીને આઉટ થયોહતો. તેવી જ રીતે શ્રેયસ ઐયર પણ બે બોલમાં 4 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. આ શ્રેણીમાં ત્રણ ટી-20માંથી બે અડધી સદીના ફોર્મ સાથે ઉતરેલા ઈશાન કિશને તેના મિજાજ કરતા ધીમી રમત બતાવી હતી. જો કે સેટ થઈને તે આક્રમક બનશે તેમ લાગતું હતું ત્યાં જ 26 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથેના 27 રને આઉટ થયો હતો. 40 રને ત્રીજી વિકેટ કિશનની પડી તેમાથી 27 રન તો કિશનના જ હતા.
કેપ્ટન પંત અને હાર્દિક પંડયાએ 6.4 ઓવરામાં 41 રન ઉમેર્યા હતા. ત્યારે જ પંત ચાહકોના રોષ વહોરીસતત બેજવાબદાર ફટકામાં વિકેટ વેડફી બેઠો હતો. તેણે 23 બોલમાં બે ચોગ્ગા સાથેની ધીમી રમત રમી ચાહકોને નિરાશ કર્યા હતા. 12.5 ઓવરમાં ભારતે 81 રન જ 4 વિકેટ ગુમાવીને કર્યા હતા. આ સમયેવધુ એક વિકેટ ઝડપથી પડી હોત તો ભારતનો સ્કોર ઘણો સામાન્ય થયો હતો. ભારત વિકેટો સાચવે તો પણ 150ની આસપાસ સ્કોર થાય તેમ લાગતું હતું. પણ હાર્દિક પંડયા જોડે દિનશ કાર્તિકે દિલ જીતતી બેટિંગ કરી હતી. પંડયા અને કાર્તિકે પાંચમી વિકેટની 65 રનની ભાગીદારી 5.3 ઓવરમાં નોંધાવી પ્રેક્ષકોને ભારે રોમાંચક રંગત પૂરી પાડી હતી. ભારત ડિફેન્ડ કરી શકે તેવો વિજયી સ્કોર ખડુ કરી શક્યું તેથી પણ ચાહકો ખુશ હતા.