Friday, November 22, 2024
Homeસ્પોર્ટ્સચોથા T20 મેચમાં વેસ્ટઈન્ડિઝને 59 રને હરાવી ભારતે સીરિઝમાં 3-1થી અજેય બઢત...

ચોથા T20 મેચમાં વેસ્ટઈન્ડિઝને 59 રને હરાવી ભારતે સીરિઝમાં 3-1થી અજેય બઢત મેળવી

- Advertisement -

ભારતે વેસ્ટઈન્ડિઝ સામેની 5 મેચની ટી20 સીરિઝમાં વિજય મેળવ્યો છે. ટીમ ઈન્ડિયાએ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ફ્લોરિડાના લોડરહિલ સ્થિત સેન્ટ્રલ બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાયેલી સીરિઝની ચોથી મેચમાં વેસ્ટઈન્ડિઝને 59 રનથી હરાવ્યું છે.ભારતે સીરિઝમાં 3-1થી અજેય બઢત મેળવી હતી અને સીરિઝની અંતિમ અને પાંચમી ટી20 મેચ 7 ઓગષ્ટ 2022ના રોજ રાતે 8:00 વાગ્યે (ભારતીય સમયાનુસાર) આ મેદાન પર જ રમાવાની છે.
વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ પર 191 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 19.1 ઓવરમાં 132 રન બનાવી શકી હતી. તેના પહેલા ખરાબ હવામાન અને વરસાદના કારણે ટોસ કરવામાં વાર લાગી હતી. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા ટી20 સીરિઝમાં 2-1થી આગળ હતી.

- Advertisement -

ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે 31 બોલમાં 44 રન કર્યા હતા. રોહિત શર્માએ 16 બોલમાં જ 33 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. અંતમાં અક્ષર પટેલે માત્ર 8 બોલમાં 20 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા આવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ ઓબેડ મેકોય અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. ઓબેડ મેકોયે 4 ઓવરમાં 66 રન દીધા હતા. તેની બોલિંગ ઇકોનોમી 16.5ની રહી હતી.

ભારતે આપેલા 192 રનના ટાર્ગેટનો પીછો કરવા વેસ્ટ ઈન્ડીઝની ટીમ 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ અર્શદિપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. તો આવેશ ખાન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નિકોલસ પૂરને 8 બોલમાં 24 રન માર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા આવ્યા હતા. તો રોવમેન પોવેલે પણ 16 બોલમાં 24 રન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular