Friday, December 5, 2025
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફીHighlights : વિરાટનું 'વિરાટ' પ્રદર્શન! ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી ટોપ પર સ્થાન...

Highlights : વિરાટનું ‘વિરાટ’ પ્રદર્શન! ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી ટોપ પર સ્થાન મેળવ્યું!

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી પરાજય આપ્યો અને 2017ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લીધો. દુબઈમાં રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા હતા, જેનો ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સફળતાપૂર્વક જીત હાંસિલ કરી હતી.

- Advertisement -

વિરાટ કોહલીની વિજયી ઇનિંગ

ભારત માટે વિરાટ કોહલી (100*) મૈચ વિજેતા સાબિત થયો. શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રનનું યોગદાન આપ્યું. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન માટે સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા તેમજ શાહીન શાહ આફ્રિદીએ 2, જ્યારે અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ ઝડપી.

- Advertisement -

વિરાટ કોહલીએ આ ઇનિંગ દરમિયાન અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા:

  • સૌથી ઝડપી 14,000 ODI રન બનાવનારો ખેલાડી બન્યો.
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબરનો ટોચનો સ્કોરર બન્યો, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (27,483)ને પાછળ છોડ્યો.
  • વન-ડેમાં 158 કેચ સાથે ભારતીય રેકોર્ડ બનાવ્યો.

વિરાટ કોહલીએ વન-ડેમાં પોતાની 51મી સેન્ચુરી ફટકારી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82મી સેન્ચુરીનો માઇલસ્ટોન પાર કર્યો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ પ્રથમ સદી છે. ખાસ વાત એ છે કે કોહલીએ હવે પાકિસ્તાન સામે ત્રણ મોટાં ટુર્નામેન્ટ ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં સેન્ચુરી નોંધાવી છે, જે આ શાનદાર પ્રદર્શનને વધુ મહાન બનાવે છે.

ભારતની જીતના 2 હીરો

  1. વિરાટ કોહલી: 111 બોલમાં શાનદાર 100*, ટીમને વિજય સુધી પહોંચાડ્યું.
  2. કુલદીપ યાદવ: 3 વિકેટ ઝડપી અને પાકિસ્તાનના બેટ્સમેનોને બાંયધરી કરી.

પાકિસ્તાનની હારના 2 મુખ્ય કારણો

  1. ધીમી બેટિંગ: પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ, પાકિસ્તાને મિડલ ઓવરોમાં માત્ર 131 રન જ બનાવી શક્યા, જે ભારત માટે સરળ ટાર્ગેટ સાબિત થયું.
  2. સ્પિનરોની ખોટ: પાકિસ્તાને ફક્ત 1 ફુલ-ટાઇમ સ્પિનર સાથે મેદાનમાં પ્રવેશ કર્યો, જે તેમના માટે ગંભીર ભૂલ સાબિત થઈ.

Match Highlights

- Advertisement -

બન્ને ટીમોની પ્લેઇંગ11

ભારત: રોહિત શર્મા (કે.), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વી.), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા.

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કે. & વી.), ઇમામ ઉલ હક, સઈદ શકીલ, બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, અબરાર અહમદ.

ટૂર્નામેન્ટમાં ભારત ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન almost બહાર થઈ ગયું છે. ભારત હવે ન્યૂઝીલેન્ડ સામે પોતાની વિજયયાત્રા જાળવી રાખવા ઉત્સુક છે!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular