Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરગુજ્જુ જોડીની કમાલ, પાકિસ્તાનને પછડાટ : જામનગરમાં જશ્ન

ગુજ્જુ જોડીની કમાલ, પાકિસ્તાનને પછડાટ : જામનગરમાં જશ્ન

- Advertisement -

એશિયાકપમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે રગદોળી ટી-20 વર્લ્ડકપનો હારનો બદલો લીધો હતો. ત્યારે જામનગર સહિત દેશભરમાં ભારતના વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં હવાઇચોક વિસ્તારમાં પણ ભારતના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી. હવાઇચોક ખાતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઇ કનખરા સહિતના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી આતશબાજીસાથે ભારતીય ટીમનો વિજયની ઉજવણી કરવામાં આવી હતી અને ડીજે ના નાદ સાથે ભારતની જીતને વધાવી હતી.

- Advertisement -

ગઇકાલે દુબઇમાં રમાયેલી એશિયા કપની બીજી મેચમાં ભારતે તેનો પરંપરાગત હરિફ પાકિસ્તાનને લીગ મેચમાં ધૂળ ચટાડી હતી. મેચની અંતિમ ઓવરમાં ભારતનો પાંચ વિકેટે શાનદાર વિજય થયો હતો. ભારતની આ જીતમાં ગુજરાતની જોડી હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજાનો સિંહફાળો રહ્યો હતો. બંને વચ્ચે માત્ર 29 બોલમાં 52 રનની ભાગીદારીથી ભારતે પાકિસ્તાનને હરાવવામાં સફળ રહ્યું હતું. રવિન્દ્ર જાડેજાની બેટિંગ સ્કિલને ધ્યાનમાં રાખી ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને બેટિંગ ઓર્ડરમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો. જ્યાં તે ખરો ઉતર્યો હતો. બીજીતરફ હાર્દિક પંડયાએ પોતાના ઓલ રાઉન્ડ પર્ફોમન્સથી મેચને અંજામ સુધી પહોંચાડી હતી. અંતિમ બે ઓવરમાં હાર્દિક પંડયાએ પાકિસ્તાની બોલરને જુડી નાખ્યા હતાં. છેલ્લી બે ઓવરમાં તેણે ત્રણ ચોક્કા અને એક સિક્સ ફટકારી હતી. પરિણામે ભારત 19.4 ઓવરમાં જ મેચ જીતી ગયું હતું.

- Advertisement -

હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-20માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 33 રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે 148ના ટાર્ગેટને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

એક તબક્કે 89 રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે 29 બોલમાં 52 રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ 29 બોલમાં 35 રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.

- Advertisement -

અગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન 19.5 ઓવરમાં 147 રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ 43 રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-20માં હરિફ ટીમની તમામ 10 વિકેટ ઝડપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular