ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્ઝમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડની સામે શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચમાં 151 રને શાનદાર જીત મેળવી છે. ભારતે બીજા દાવ પછી ઈંગ્લેન્ડને જીતવા માટે 272 રનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજા દાવમાં ભારત તરફથી શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. જેના પગલે ઈંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની જેમ વિખાઈ ગઈ હતી. ભારત તરફથી સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તો ઈશાંત શર્માએ 2 વિકેટ અને મોહમ્મદ સામીએ 1 વિકેટ લીધી હતી. ઈંગ્લેડના 4 ખેલાડી ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા.
આ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે કુલ 8 વિકેટ ઝડપી છે. ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં 151 રને કારમી હાર આપી છે. લોર્ડ્સ ટેસ્ટમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવામળી હતી. ભારત મેચના પાંચમા દિવસે ઈં ગ્લેન્ડ પર ભારે પડ્યું હતું અને પાંચ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. લોર્ડ્સમાં ઈન્ડિયાની આ ત્રીજી જીત છે. તેને સાત વર્ષ પછી અહિયા જીત મળી છે. આ પહેલા 2014માં ઈંગ્લેન્ડની હાર આપી હતી. ભારતીય ટીમને લોર્ડ્સમાં પહેલી જીત વર્ષ 1986માં મળી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને લોર્ડ્સ ટેસ્ટમાં 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી ડગમગાતી જોવા મળી હતી. બંને ઓપનર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. 1 રનના સ્કોર ઉપર ઈં ગ્લેન્ડની 2 વિકેટ પડી ગઈ હતી. તેના પછી હસીબ હમીદ અને કેપ્ટન રૂટે ટીમને સંભાળવાની કોશિશ કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમે તેની બીજી ઇનિંગ 298 ના સ્કોર પર ડિકલેર કરી હતી. પ્રથમ દાવની લીડના આધારે ઇં ગ્લેન્ડને આ મેચ જીતવા માટે 272 રનની જરૂર હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવ્યા હતા. ઈં ગ્લેન્ડનો પ્રથમ દાવ 391 રનમાં સમેટાઈ ગયો હતો.
ભારતે પાંચમા દિવસે 6 વિકેટે 181 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત (14) અને ઇશાંત શર્મા (4) 5માં દિવસે મેદાન પર ઉતર્યા હતા. પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી પરંતુ તે દિવસના પહેલા જ કલાકમાં આઉટ થઇ ગયો. પંતને જોશ બટલરનાં હાથે વિકેટ પાછળ રોબિન્સન દ્વારા કેચ અપાવ્યો હતો. પંતે 46 બોલમાં એક ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. આ પછી ઇશાંત શર્માએ 16 રન બનાવ્યા અને રોબિન્સનના બોલ પર એલબીડબલ્યુ ગયો.
પંત અને ઇશાંતના આઉટ થયા બાદ મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે આગેવાની લીધી હતી. બંનેએ 9મી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. બંનેએ લોર્ડ્સ ખાતે ભારત માટે 9મી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ કપિલ દેવ અને મદન લાલની 66 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ભાગીદારી 1982માં ઈંગ્લેન્ડ સામે કપિલ દેવ અને મદન લાલ વચ્ચે થઈ હતી. શમીએ અણનમ 56 અને બુમરાહે અણનમ 34 રન બનાવ્યા હતા.