આજે તમામ દેશવાસીઓની નજર ભારતના ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરા પર રહેશે અને નીરજની નજર ગોલ્ડ મેડલ જીતવા પર રહેશે. નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડના જ પ્રથમ પ્રયાસમાં 86.65 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કરીને ભારતની મેડલની આશામાં વધારો કર્યો હતો. ફાઇનલમાં નીરજના સૌથી મોટા વિરોધી પાકિસ્તાનનો અરશદ નદીમ હશે.
નીરજ ચોપડા અને અરશદ નદીમ જૈવલીન થ્રો ફાઇનલમાં ભારતીય સમયાનુસાર આજે સાંજે 4.30 કલાકે ટ્રેક પર ઉતરશે.ભારતે અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિકમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ પાંચ મેડલ જીત્યા છે પરંતુ હજુ સુધી તેણે ગોલ્ડ જીત્યો નથી. જે રીતે 23 વર્ષીય નીરજે ક્વોલિફિકેશનમાં પ્રદર્શન કર્યું અને ગ્રુપ A માં પ્રથમ સ્થાન મેળવ્યું, તેને ગોલ્ડ મેળવવાની શક્યતા વધી છે.
અરશદે 2016 સાઉથ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે નીરજે ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો. સિવાય પાકિસ્તાની એથ્લીટે એશિયન ગેમ્સમાં સિલ્વર જ્યારે ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નદીમ 2019 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ચુક્યો છે.