Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસાઇબર હુમલામાં ભારત વિશ્વના ટોચના પાંચ દેશોમાં સામેલ

સાઇબર હુમલામાં ભારત વિશ્વના ટોચના પાંચ દેશોમાં સામેલ

- Advertisement -

2023ના પ્રથમ છ મહિનામાં દેશ વૈશ્ર્વિક માલવેર અને ઓનલાઈન બેંકિંગ માલવેર ડિટેક્શનમાં ટોચના સ્થાને પહોંચવા સાથે ભારતમાં સાયબર ધમકીના લેન્ડસ્કેપમાં ખતરનાક વળાંક આવ્યો છે. ટ્રેન્ડ માયક્રોના મધ્ય-વર્ષના સાયબર સુરક્ષા અહેવાલ મુજબ, માલવેર ડીટેક્શનમાં ભારત વિશ્ર્વમાં ટોચના પાંચ દેશોમાં સામેલ છે, જે પ્રથમ છ મહિનામાં કુલ 90,945 રેન્સમવેર ડીટેક્શનમાં 5.5 ટકા હિસ્સો ધરાવે છે.

- Advertisement -

વધુમાં, ઓનલાઈન બેંકિંગ માલવેર હુમલામાં ભારત વિશ્ર્વભરમાં ચોથા ક્રમે છે, જેનો વૈશ્ર્વિક સંખ્યામાં લગભગ 8.2 ટકા હિસ્સો છે. 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, નોંધપાત્ર 5609 ઓનલાઈન માલવેર હુમલાઓ ઓળખાયા હતા. આ જોખમોની અસર વિવિધ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. સરકારી ક્ષેત્રે 18862 માલવેર હુમલાઓનોઅનુભવ કર્યો, જ્યારે બેન્કિંગ ક્ષેત્રે 15514 માલવેર હુમલાઓનો સામનો કરવો પડ્યો. નોંધનીય રીતે કોઈમીનેર, મિમિકેટ્સ અને પાવલોડ જેવા માલવેર જૂથ ઉત્પાદન, સરકાર અને બેંકિંગ ઉદ્યોગો માટે નોંધપાત્ર જોખમો ઉભા કરે છે.

ભારત સાયબર સુરક્ષાના ત્રિભેટેઊભું હોવાથી, ડિજિટલ સંરક્ષણને મજબૂત કરવા માટે સક્રિય પગલાંની જરૂરિયાત સર્વોપરી છે. સાયબર ગુનેગારો વધુને વધુ આધુનિક બની રહ્યા છે અને અર્થતંત્રના મહત્વના ક્ષેત્રોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. વૈશ્ર્વિક સ્તરે વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં 85 અબજધમકીઓ બ્લોક કરવામાં આવી હતી જેમાં 37 અબજ ઈમેલ ધમકીઓ હતી જ્યારે 46 અબજ દૂષિત ફાઈલો હતી.વિશ્ર્વમાં બેંકિંગ, રિટેલ અને પરિવહન ત્રણ ટોચના ઉદ્યોગો છે જેના 52 સૌથી વધુ રેન્સમ હુમલા થાય છે જે સાયબર સુરક્ષાના પગલા વહેલામાં વહેલી તકે ચુસ્ત ક2વાની જરૂરના મહત્વને છતું કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular