Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૦.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૪૪.૮૮ સામે ૫૯૯૪૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૭૯.૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૩.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૧૮૯.૭૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૨૯.૭૫ સામે ૧૭૮૩૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૦૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૮.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૧૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

- Advertisement -

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા દેશમાં ચોમાસાની સારી પ્રગતિ બાદ હવે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થતા ફંડોએ મેટલ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

ભારતમાં ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ છતાં પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ સાથે આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પરિણામે આર્થિક વિકાસ પણ મંદ પડવાની શક્યતાએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, બેઝિક મટિરિયલ્સ, રિયલ્ટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓટો, ટેક અને આઇટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૭ અને વધનારની સંખ્યા ૧૪૪૩ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, તાજેતરમાં શરૂ થયેલા ઓક્ટોબર માસમાં પણ આઈપીઓનો ધમધમાટ જારી રહેશે. ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં અંદાજીત ૧૨ કંપનીઓ આઈપીઓ લાવે તેવી સંભાવના છે. ૧૨ આઈપીઓ થકી અંદાજીત રૂ.૨૩૦૦૦ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરાશે. એક અંદાજ મુજબ બાર કંપનીઓ આઈપીઓ થકી રૂ.૨૩૭૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરે તેવી સંભાવના છે. ગત સપ્ટેમ્બર માસ દરમિયાન માત્ર પાંચ કંપનીઓના જ આઈપીઓ આવ્યા હતા. આ પાંચ આઈપીઓ થકી રૂ.૬૭૦૦ કરોડ ઊભા કરાયા હતા. આમ, સપ્ટેમ્બરની તુલનાએ ઓક્ટોબર દરમિયાન ભંડોળ એકત્ર કરવાનું પ્રમાણ ખાસ્સુ ઊંચુ રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન અત્યાર સુધી ૨૬ કંપનીઓએ આઈપીઓ થકી રૂ.૫૯૭૧૬ કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન રૂ.૨૭૧૨૫ કરોડ ઊભા કરાયા હતા. ચાલુ માસે નાયકા, સ્ટાર, હેલ્થ, ફીનકેર સ્મોલ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઈ. બેંક, મોબી ક્વીક, એમક્યોર ફાર્મા સહિત અન્ય કંપનીઓ મુડીબજારમાં પ્રવેશ કરશે. ઉપરાંત ભારતની સૌથી મોટી વીમા કંપની નવેમ્બર સુધીમાં સેબીમાં તેના આઇપીઓ માટેના જરૂરી કાગળો દાખલ કરી શકે છે. એલઆઇસીનો આઇપીઓ દેશના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હશે.

તા.૦૭.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૬.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૬૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૭૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૮૮ પોઈન્ટ થી ૧૭૫૩૫ પોઈન્ટ ૧૭૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૫૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૮૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૪૭૪ પોઈન્ટ થી ૩૭૩૭૩ પોઈન્ટ, ૩૭૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૮૨૭ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૬૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૭૪ ) :- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૪ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૧૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૩૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૪૦ થી રૂ.૮૪૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી લિમિટેડ ( ૨૭૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૨૭ થી રૂ.૨૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ લાઇફ ( ૧૨૨૨ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૪૮ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૭૧૪ ) :- ૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular