Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલોકડાઉન દરમ્યાન દેશમાં HIVના કેસમાં વધારો

લોકડાઉન દરમ્યાન દેશમાં HIVના કેસમાં વધારો

RTI મારફત થયો ચોંકાવનારો ખુલાસો : 85 હજારથી વધુ લોકો પોઝિટીવ આવ્યા

- Advertisement -

વર્ષ 2020-21 દરમિયાનના કોરોના કાળ દરમિયાન જયાં સમગ્ર દેશ લોકડાઉનના કારણે દરમાં કેદ થઈ ગયો હતો, તેવામાં આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં અસુરક્ષિત શારીરિક સંબંધને કારણે 85 હજારથી વધારે લોકો ય10 પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ મારફતે થયો છે.
પ્રથમ લોકડાઉનના સમયગાળામાં એચઆઇવીના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં (10,498) નોંધાયા છે, જે બાદ આંધ્ર પ્રદેશમાં (9521) અને કર્ણાટકમાં (8947) કેસો નોંધાયા છે. વધુ વસ્તી ધરાવતાં રાજયોમાંથી પમિ બંગાળમાં સૌથી ઓછા 2757 કેસો નોંધાયા છે,

- Advertisement -

આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 3037 1117 કેસો નોંધાયા છે. મધ્યપ્રદેશના નીમુચ ટાઉનના એક્સિવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં નેશનલ એઈડસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. એનએસીઓ દ્વારા માહિતા આપતાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2020-21 દરમિયાન અસુરક્ષેત સેક્સને કારણે પતાના 85,268 કેસો નોંધાયા હતા. એનએસીઓ એ આરટીઆઇ ના જવાબમાં જણાવ્યું કે, એચઆઇવીના ટ્રાન્સિમિશનના મોડ્સની માહિતી, પ્રી અને પોસ્ટ ટેસ્ટ કાઉન્સિલિંગમાં પા પોઝિટિવ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાને આધારે આઇસીટીસી કાઉન્સિલર દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે.

આ ઉપરાંત એનએસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં અસુરક્ષિત સેક્સને કારણે 1117 કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-12માં 2.4 લાખ કેસ નોંધાયા હતા, જયારે 2019-20માં 1.44 લાખ કેસ અને 2020-21માં 85,268 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

- Advertisement -

આ અંગે એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરે જણાવ્યું હતું કે, ભલે છેલ્લા 10 વર્ષમાં કેસોમાં ઘડાયો નોંધાયો છે, પણ તે હજુ પણ એક ચિંતાનો વિષય છે, જયારે સમગ્ર દેશમાં લોકડાઉન હતું, તે સમયે અસુરક્ષેત સેક્સને કારણે 85 હજારથી વધારે 115 કેસો નોંધાયા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, હજુ પણ વધારે જાગૃતિ ફેલાવવાની જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular