Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઇન્કમટેકસની ઇ-અપીલ્સ યોજના જાહેર

ઇન્કમટેકસની ઇ-અપીલ્સ યોજના જાહેર

- Advertisement -

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ વિભાગમાં અપીલોનું પ્રમાણ ઘટાડવાના હેતુથી ઇ-અપીલ્સ સ્કીમ 2023 જાહેર કરી છે.

- Advertisement -

આ સ્કીમની જાહેરાતના પગલે કરદાતાઓની હજારો અપીલ જે ઇન્કમટેક્સ વિભાગમાં પેન્ડિગ હોય છે તેનો ઝડપથી નિકાલ થશે. ઇલેક્ટ્રોનિકલી આ અપીલનું ફાઇલિંગ કરાશે અને પ્રોસેસ પણ કરાશે. જોઇન્ટ કમિશનર (અપીલ)ને આ અપીલનો નિકાલ કરવા માટે સત્તા આપવામાં આવી છે. ઇન્કમટેક્સ એક્ટ -1961ની કલમ 246(પેટા કલમ 6 હેઠળની અપીલો સિવાય) હેઠળની થતી અપીલના નિકાલ જોઇન્ટ કમિશનર (અપીલ) દ્વારા કરવામાં આવશે. અપીલ ઓથોરિટી તરીકે જોઇન્ટ કમિશનર સમક્ષ રજૂ થયેલી અપીલ, પ્રિન્સિપાલ ડિરેકટર જનરલ ઓફ આઇટી, ડીજીઆઇટી (સિસ્ટમ્સ) દ્વારા રેન્ડમલી ફાળવવામાં આવેલી કે તબદીલ કરવામાં આવેલી અપીલનો નિકાલ કરાશે. ઇન્કમટેક્સના આકારણી અધિકારી દ્વારા આપવામાં આવેલા આદેશ જે કરદાતા નાખુશ હોય તેઓ પણ જોઇન્ટ કમિશનરને અપીલ કરી શકશે. ઇન્કમટેક્સની આ અપીલની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી પણ થઇ શકશે. કરવેરા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ સ્કીમના અમલના પગલે કમિશનર કચેરી સ્તરે નાના કરદાતાઓની અપીલોના નિકાલમાં વિલંબ જોવા મળતો હતો તે દૂર થશે. કરદાતાઓને પણ તેમની અપીલના ઝડપી નિકાલથી સમયની બચત થશે. જોઇન્ટ કમિશનર ડીજીટલી સહીવાળો ઓર્ડર આપશે. જે કરદાતા અને સંબંધિત ટેકસ સત્તાધીશને મોકલવામાં આવશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ રજુ કરતી વખતે જાહેરાત કરી હતી કે ઇન્કમટેકસ સ્તરે અપીલોનું પ્રમાણ ઘટાડવા માટે 100 જોઇન્ટ કમિશનરોને અપીલના નિકાલ માટે સત્તા અપાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular