Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયરાજસ્થાનમાં ભગવાન શિવની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ

રાજસ્થાનમાં ભગવાન શિવની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ

રાજસ્થાનમાં આજે વિશ્વની સૌથી ઉંચી શિવની પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’નું આજે લોકાર્પણ થઇ રહ્યું છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા ખાતે સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા બનેલી આ શિવ પ્રતિમાની ઉંચાઇ 369 ફીટ છે. આ વિરાટ પ્રતિમાનો લોકાર્પણ સમારોહ આજથી 6 નવેમ્બર સુધી ચાલશે. નાથદ્વારામાં ગણેશ ટેકરી પર આ પ્રતિમા પ1 વિઘાની પહાડી પર બની છે. આ પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાન અને અલ્લડની મુદ્રામાં બિરાજયા છે. આ પ્રતિમાની ઉંચાઇ એટલી છે કે અનેક કિલોમીટર દુરથી રાત્રે પણ દેખાય છે. આ પ્રતિમામાં લિફટ, સીડી, હોલ વગેરે બનાવાયા છે. આ પ્રતિમામાં 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ટન કયુબિક ટન ક્રોકીંટ અને રેતીનો ઉપયોગ થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular