જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેની શ્રી. એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલનું રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા રૂ.2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને શાળા વ્યવસ્થાપન સમિતીને સુપ્રત કરવામાં આવી હતી.
રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં આ શાળાના જૂના મકાનનું નવીનીકરણ કરીને અદ્યતન સંશાધનોથી તથા ફર્નિચરથી સજ્જ બનાવવામાં આવી છે અને કન્યાકેળવણીની દિશામાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.
આશરે ૩૨,૦૦૦ ચો.ફૂટ જેટલા પ્લોટ પર ૧૧,૦૦૦ ચો.ફૂટ્ કરતાં વધુ બાંધકામ કરીને ૧૦ ક્લાસરૂમ, પ્રિન્સીપાલ ઓફીસ, સ્ટાફરૂમ, ક્પ્મ્પ્યુટર લેબ., સાયન્સ લેબ, એક્ટીવીટી રૂમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સંગીતનાં સાધનો તથા સ્પોર્ટ્સનાં સાધનો ઉપલબ્ધ કરાવાયાં છે. ઉપરાંત આંતરમાળખાંકીય સુવિધાઓના ભાગ રુપે અંડર ગ્રાઉંડ પાણીની ટાંકી, પીવાના પાણીની સુવિધા, સી.સી. ટીવી. કેમેરા, પબ્લીક એડ્રેસ સીસ્ટમ, ફાયર નેટવર્કિંગ સીસ્ટમ , શાળાનું પ્રવેશ દ્વાર, કંપાઉંડ વોલ વગેરેથી આ શાળાનાં મકાનને સજ્જ કરાયું છે.