Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજૈન મહિલાઓ સંચાલિત ગૃહ ઉદ્યોગ વેપારનું પ્રદર્શન-વેચાણનું ઉદ્ઘાટન

જૈન મહિલાઓ સંચાલિત ગૃહ ઉદ્યોગ વેપારનું પ્રદર્શન-વેચાણનું ઉદ્ઘાટન

- Advertisement -

જૈન સોશિયલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા જૈન મહિલાઓને સ્વાવલંબી થવામાં મદદરૂપ થવાના હેતુથી જૈન મહિલાઓ સંચાલિત ગૃહ ઉદ્યોગ, વ્યવસાય અને વેપારના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનો ઉદઘાટન સમારોહ, સુધાબેન ખંઢેરીયાની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો.

- Advertisement -

ઉદઘાટન પ્રસંગે અતિથી વિશેષ તરીકે એમ ડી મહેતા ટ્રસ્ટ, ધ્રોલના ટ્રસ્ટી સુધાબેન ખંઢેરીયા, જૈન સોશિયલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ઉપપ્રમુખ મનિષભાઈ દોશી અને જામનગરના પૂર્વ મેયર બિનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમની જન્મભૂમિ ગોંડલ છે તેવા સુધાબેન ધ્રોલને પોતાની કર્મભૂમિ બનાવી પોતાની જિંદગીના 50 વર્ષ એમ ડી મહેતા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને ઉત્થાન માટે ખર્ચી અનેક બાળાઓની જિંદગીમાં બદલાવ આણ્યો છે. તેમના અનુભવના ભાથાના સથવારે તેઓએ દિપ પ્રાગટય બાદ મહિલાઓને પ્રેરક પ્રવર્ચન આપેલ અને વિપરીત સંજોગોમાં પણ નિરાશ થાય વગર ખંત પૂર્વક આગળ ધપવું જરૂરી છે તેવું કહીને તેઓ એ સમગ્ર આયોજનની ખુશી પ્રશસ્તી કરી હતી.

જૈન સોશિયલ ગુ્રપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ઉપપ્રમુખ મનિષભાઈ દોશીએ તેમના પ્રવચનમાં જણાવેલ કે, જૈન સોશિયલ ગ્રુપ નવાનગર, જામનગર સમગ્ર ભારતમાં એક માત્ર એવું ગ્રુપ છે જે અનેક વિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી ખરા અર્થમાં બંધુત્વ સે પ્રેમ નો સંદેશ સાર્થક કરે છે. ઉદઘાટન સમારોહમાં નિમંત્રણને માન આપી જૈન સમાજના ભામાશા રમણિકભાઈ શાહ, મોદી સ્કૂલના પારસભાઈ મોદી, માજી મેયર સનતભાઈ મહેતા, દશાશ્રીમાળી લ્હાણી સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શેઠ, એનિમલ હેલ્પલાઈનના ટ્રસ્ટી ડો. સીમરીયા, ભારતીય જૈન સંગઠનના પ્રમુખ જીગ્નેશભાઈ શાહ તથા અન્ય વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

પ્રથમ દિવસે જ હજારો મુલાકાતીઓએ પ્રદર્શની મુલાકાત લીધી હતી અને પ્રદર્શન અને વેચાણમાં રાખવામાં આવતા ફુટકોર્ટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની જૈન વાનગીઓનો સ્વાદ લોકોને દાઢે લાગ્યો કે સાંજે પ્રદર્શન પુરુ થાય તે પહેલાં જ બધી વાનગીઓ ખૂટી પડી હતી. પ્રદર્શન અને વેચાણ માં ટેટુ, નેઇલ આર્ટ અને મહેંદીની સ્પર્ધામાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો અને વિજેતાઓને ઈનામથી નવાજવામાં આવ્યાં હતાં. વિવિધ ઉમદા હેતુથી આયોજિત આ પ્રદર્શન અને વેંચાણની મુલાકાત લેવા અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular