Saturday, July 27, 2024
Homeસ્પોર્ટ્સજામનગર જિલ્લામાં સણોસરા પાસે ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન

જામનગર જિલ્લામાં સણોસરા પાસે ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સણોસરા પાસે ગઇકાલે બીસીસીઆઇ સચિવ જય શાહના હસ્તે સ્ટેડિયમના નવા બે પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્ટેડીયમના ઉદ્ઘાટનથી હવે ડીસ્ટ્રીકટની ટુર્નામેન્ટ સહિતના મેચો અહીં યોજાઇ શકશે. આમ જામનગર જિલ્લામાં ક્રિકેટના બે મેદાન થતાં ટુર્નામેન્ટો જોવા મળી શકશે.

- Advertisement -

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સણોસરા પાસે ક્રિકેટ સ્ટેડીયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું બે પેવેલિયનનું ગઇકાલે બીસીસીઆઇના સચિવ જય શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધ્રોલ તાલુકા દ્વારા આ સ્ટેડીયમ માટે જમીન ફાળવવામાં આવી હતી. ત્યારબાદ આ સ્ટેડીયમનું નિર્માણ થયું છે. આ સ્ટેડીયમ બનતા અહીં ડિસ્ટ્રીકટની સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની વિવિધ ટુર્નામેન્ટો પણ અહીં યોજાઇ શકાશે. તેમ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઇ સ્વાદિયાએ જણાવ્યું હતું.

આ તકે બીસીસીઆઇ સચિવ જય શાહ, નિરંજન શાહ, ક્રિકેટરો ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ ઉપરાંત કલેકટર બી.કે. પંડયા, ધ્રોલ મામલતદાર, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઇ સ્વાદિયા, રણજીત ટ્રોફી પ્લેયર ચંદ્રકાંત બક્ષી ઉપરાંત અગ્રણી જયેશભાઇ મારફતીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular