Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં.11 અને 12 માં લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ન મળતા...

વોર્ડ નં.11 અને 12 માં લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ન મળતા હાલાકી

વોર્ડ નં.12 ના કોર્પોરેટર દ્વારા લોકોને સાથે રાખી આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગર શહેરના વોર્ડ નં.11 અને 12 માં લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ન મળતું હોય, વોર્ડ નં.12 ના કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા લોકોને સાથે રાખી પૂરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.12 કાલાવડ નાકા બહાર નગર સીમ વિસ્તારમાં ગરીબ નાગરિકોને છેલ્લાં ત્રણ માસથી સસ્તા ભાની અનાજની દુકાનોમાંથી અનાજ આપવામાં આવતું નથી. જેના કારણે મોંઘવારીમાં ત્રાહિમામ પોકારી ગયા છે. સસ્તા ભાવની અનાજની દુકાનધારકો દ્વારા એવું કહેવામાં આવે છે કે, ‘રાજ્ય સરકાર દ્વારા અમોને અનાજ આપવામાં આવતું નથી. તો અમે કંઇ રીતે ગરીબ લોકોને અનાજ આપીએ ?’ વોર્ડ નં.11 – 12 માં વસતા અંત્યોદય કાર્ડ, બીપીએલ કાર્ડ તથા એપીએલ કાર્ડ ધારકોને ત્રણ-ત્રણ માસથી અનાજ ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નગરસીમ વિસ્તારમાં આશરે દોઢેક વર્ષ પહેલાં પાણીની હોનારત આવી હતી. તેમાં નગરસીમ વિસ્તાર સહિત સસ્તા ભાવની અનાજની દુકાનોમાં પાણી ભરાઈ જતાં અનાજ બગડી ગયું હતું. જેમાં દુકાનધારકોને પણ નુકસાન થયું હતું. જેની ભરપાઈ પણ સરકાર દ્વારા કરવામાં આવી નથી. આથી નાગરિકોને સાત દિવસમાં ત્રણ માસનું પૂરતુ અનાજ આપવા માંગણી કરવામાં આવી છે. અન્યથા નાગરિકોને સાથે રાખી આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular