જામનગર તાલુકાના વસઈ ગામમાં આવેલી સોઢા ફળીમાં રહેતી મહિલાએ તેના ઘરની સામે આવેલા મકાનના છાપરામાં બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આયખુ ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના વસઈ ગામમાં આવલી સોઢા ફળી બ્રાહ્મણ પાડામાં રહેતાં અર્પિતાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.28) નામના મહિલાએ બુધવારે બપોરના સમયે તેના ઘરની સામે આવેલા ગુલાબભાઈના મકાનના છાપરામાં કોઇ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેણીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ધર્મેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતાં કોઇ અગમ્ય બીમારીના કારણે મહિલાએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું. જેના આધારે ગ્રામ્ય ડીવયાએસપી ડી.પી. વાઘેલા તથા સ્ટાફે આ બનાવ અંગે તપાસ આરંભી હતી.