ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે બે જીલ્લાઓમાં પેટ્રોલના ભાવ રૂ.100ની સપાટી પાર કરી ગયા છે. ગીરસોમનાથ અને ભાવનગરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ.100થી પણ વધુ છે. ત્યારે જામનગર સહીત અન્ય જીલ્લાઓમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.100ની નજીક પહોચ્યા છે.
ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.22 પૈસા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 98.38 રૂપિયા પતિ લિટર છે. ત્યારે ગીરસોમનાથમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ.100.10 થયા છે. જેને લઈ વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં પણ પેટ્રોલના ભાવ પ્રતિલીટર રૂ.98.61 છે. જેના પરિણામે વાહનચાલકોએ મોઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પેટ્રોલ પ્રતિલીટર રૂ.98.65 થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પરીણામે વાહનચાલકો સાથે ટ્રાન્સપોર્ટર્સ પણ ચિંતામાં છે.