Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સવિમેન્સ U-19 T20 મેચમાં નેપાળની આખી ટીમ 8 રનમાં ઓલઆઉટ

વિમેન્સ U-19 T20 મેચમાં નેપાળની આખી ટીમ 8 રનમાં ઓલઆઉટ

- Advertisement -

T20 મહિલા U-19 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નેપાળ અને UAE વચ્ચે એશિયા ક્વોલિફાયર મેચ મલેશિયાના બાંગી ખાતે રમાઈ હતી. આ મેચમાં નેપાળની ટીમ માત્ર 8 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારપછી યુએઈની ટીમે 7 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી. આ મેચમાં UAEની ફાસ્ટ બોલર માહિકા ગૌરે સૌથી વધુ 5 વિકેટ પોતાના નામે કરી હતી. આની સાથે જ માહિકાએ બે ઓવર મેડન પણ ફેંકી હતી અને મેચમાં માત્ર 2 રન આપ્યા હતા.

- Advertisement -

નેપાળની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમના 6 બેટર શૂન્ય રન કરી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોતજોતામાં 20 ઓવરની મેચમાં આખી ટીમ 8.1 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી.
બંને ટીમમાંથી કોઈ પણ ખેલાડી ડબલ્સના આંકડાને સ્પર્શી શકી નહોતી. UAE તરફથી તીર્થ સતીષે સૌથી વધુ અણનમ ચાર રન કર્યા હતા. જ્યારે નેપાળ તરફથી સ્નેહ મહારાજે સૌથી વધુ 3 રન કર્યા હતા, તે દસ બોલ રમી શકી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular