Tuesday, January 13, 2026
Homeસમાચારરાષ્ટ્રીયજૂની પેન્શન સ્કિમમાં જોડાવાની વધુ એક તક

જૂની પેન્શન સ્કિમમાં જોડાવાની વધુ એક તક

છેલ્લાં ઘણાં સમયથી જૂની પેન્શન યોજનાની માગ કરતાં કેન્દ્રીય કર્મચારીઓને આંશિક રાહત થાય એવા એક નિર્ણયમાં સરકારે કર્મચારીઓના ચોક્કસ જૂથને જૂની પેન્શન સ્કીમમાં જોડાવા માટે એક વખતનો વિકલ્પ આપવાની જાહેરાત કરી છે.
પર્સોનલ મંત્રાલયના એક આદેશમાં જણાવ્યા અનુસાર જે કર્મચારીઓ 22 ડિસેમ્બર, 2003 પહેલા અપાયેલી જાહેરાત કે નોટિફાય કરાયેલા પદો પર કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા હશે તેઓ સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમ, 1972 (હાલ 2021) હેઠળ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માન્ય ગણાશે.
આ મુજબ યોગ્યતા ધરાવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ 31 ઓગસ્ટ, 2023 પહેલાં તેમના વિકલ્પનો ઉપયોગ કરવાનો રહેશે. મંત્રાલય દ્વારા આ અંગે જારી કરાયેલા આદેશમાં જણાવ્યાં અનુસાર વિવિધ સ્તરે કરાયેલી રજૂઆતો, સંદર્ભો તથા અદાલતના ચુકાદાને પગલે આ નિર્ણય લેવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular