ગુજરાત રાજ્યસભાની બન્ને સીટો ભાજપના ફાળે આવી છે. ભાજપના બન્ને ઉમેદવાર દિનેશ અનવાડીયા અને રામ મોકરિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કારણકે ભાજપના બન્ને ડમી ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા અને કોંગ્રેસે એક પણ ઉમેદવારને ઉતાર્યા ન હોવાથી ભાજપના બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્રાજના નિધન બાદ ગુજરાતની બન્ને રાજ્યસભાની સીટો ખાલી પડી હતી. રાજ્યસભામાં અહેમદ પટેલનો કાર્યકાળ ઓગસ્ટ ૨૦૨૩ સુધી અને અભય ભારદ્રાજનો કાર્યકાળ જુન ૨૦૨૬ સુધીનો છે. માટે ખાલી પડેલી આ બન્ને સીટો માટે રાજ્યસભાની ચૂંટણી યોજવાની હતી. પરંતુ ભાજપના બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જણાવી દઈએ કે ગુજરાતની રાજ્યસભાની બન્ને બેઠકોની પેટા ચૂંટણી 1 માર્ચના રોજ યોજાવાની હતી.