Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતમીની વાવાઝોડાએ રાજ્યના 91 તાલુકાને ઘમરોળ્યાં

મીની વાવાઝોડાએ રાજ્યના 91 તાલુકાને ઘમરોળ્યાં

- Advertisement -

રવિવારે સાંજે મીની વાવાઝોડા સાથે ત્રાટકેલાં વરસાદે રાજ્યના 91 તાલુકાને ઘમરોળ્યાં હતા. ભારે પવન અને કરા સાથે વરસેલાં ધોધમાર વરસાદે અનેક સ્થળોએ ભારે ખાનાખરાબી સર્જી હતી. ભારે પવનને કારણે મકાનોના છાપરા ઉડી ગયા હતા. તો માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો હતો. અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં કરા સાથે ત્રણ ઇંચ સુધીનો મુશળધાર વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારમાં પણ મોડી સાંજે હવામાન પલટા બાદ વરસાદ વરસ્યો હતો. દરમ્યાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સરકયુલેશનને કારણે આજે ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી જયારે આવતીકાલે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, ભાવનગરમાં તોફાની વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે-સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો સાથે અમદાવાદ શહેરમાં પણ 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ, બનાસકાંઠાના વડગામ અને પાટણના ચાણસ્મામાં પણ 2 ઈંચ આવ્યો છે. તેમજ મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. સાથે જ નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ સાથે આવ્યો હતો. જેમાં જોધપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યું હતું.

રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે, હવે આ ઉનાળાનો છેલ્લો તબક્કો છે અને ત્યારબાદ વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજથી આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular