ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ 1276 કેસ નોંધાયા છે. અને ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. સૌથી વધુ કેસ સુરતમાં અને ત્યારબાદ અમદવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 899 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1276કેસ નોંધાયા છે. જે પૈકી સુરતમાં સૌથી વધુ 395, અમદાવાદમાં 304 અને વડોદરામાં 129 તો રાજકોટમાં 113 અને જામનગરમાં 48 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે જે પૈકી 1 સુરતમાં અને 2 અમદાવાદના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4433 દર્દીઓના કોરોનાના લીધે મોત નીપજ્યા છે.રાજ્યમાં કુલ 899 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 272332 લોકો ગુજરાતમાં સાજા થઇ ચુક્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે વેક્સીનેશની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવવામાં આવી છે. આજે રાજ્યમાં 1લાખ 55 હજાર 174લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. ગુજરાતમાં મોટા શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્રારા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અને વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ ન બને તે માટે રાજ્યની 8 મહાનગરોની શાળા કોલેજો પણ 10 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.