Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના જનરલ બોર્ડમાં ગંદકી સહિતના મુદે વિપક્ષની તડાપીટ

જામ્યુકોના જનરલ બોર્ડમાં ગંદકી સહિતના મુદે વિપક્ષની તડાપીટ

નગર રચના યોજના નંબર 25-26-27 સહિતની દરખાસ્તો મંજૂર : કાલાવડ બ્રીજની બિસ્માર હાલત મુદે રજૂઆતો : જામનગરને ટૂંક સમયમાં મળશે ત્રીજું સ્મશાન : સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મંગળવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં ટી પી સ્કીમ, જામનગર શહેરમાં ગંદકી, ઢોરના ડબ્બામાં ગાયોની દશા સહિતના મુદ્દાઓ અંગે વિપક્ષ દ્વારા તડાપીટ બોલાવી હતી. આ બેઠકમાં શ્રાવણી લોકમેળાની પ્રાઈસ ગત તા.15 થી તા.31 જુલાઈ દરમિયાન જાહેર થયેલ વ્યાજમાફી સહિતની બાબતોને મંજૂર કરાઈ હતી.

- Advertisement -

મંગળવારે મેયર વિનોદભાઈ ખીમસુરીયાના અધ્યક્ષસ્થાને જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરાતા શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. આ બેઠકમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમારા કેટલાંક વિસ્તારોમાં ગંદકીએ માજા મૂકી છે એક તરફ ચંદિપુરા અને કોલેરાનો રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ ગંદકીને કારણે લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. સતાપક્ષ સહિતના કોઇપણ આ વિસ્તારમાં એક દિવસ રહી ને બતાવે તો રૂા.50 હજારનું ઈનામ આપીશ. જ્યારે જામનગરમાં નગરપાલિકા હતી ત્યારે પણ કયારેય આટલી બધી ગંદકી જોઇ નથી. ત્યારે આ ગંદકીનો પ્રશ્ર્ન ઉકેલવા માંગણી કરી હતી. અન્ય વિપક્ષી કોર્પોરેટર અસ્લમ ખીલજી તથા આનંદ રાઠોડએ અનેક વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા હોય. આ અંગે ઉકેલની માંગણી કરી હતી. આ ઉપરાંત કાલાવડ નાકા બહાર આવેલ બ્રીજ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. સળિયા પણ બહાર નિકળી ગયા છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો ન હોય. તેનું નિરાકરણ લાવવા માંગણી કરાઈ હતી તેમજ વોર્ડ નંબર 16 અને અન્ય વિસ્તારોમાં નજીકમાં સ્મશન ન હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હોવાનું જણાવાયું હતું. જેના જવાબમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, ખૂબ ટૂંક સમયમાં જામનગરને ત્રીજું સ્મશાન મળશે તેથી આ અંગે હવે ચિંતા કરવાની જરૂર નથી.

આ ઉપરાંત રચનાબેન નંદાણિયા દ્વારા જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બા ઢોરના ઘાસચારા સહિતના મુદ્દાઓ અંગે માહિતી મંગાઈ હતી. આ ઉપરાંત ઢોરના મૃત્યુ બાદ તેના નિકાલ બાદ ઢોરના હાડકાની ચોરી થતો હોવાનો પણ તેમણે આક્ષેપ લગાડયો હતો. જે અંગે કમિશનર દ્વારા આ બાબત અંગે આધારપૂરાવા આપવા જણાવાયું હતું. આ ઉપરાંત રચનાબેન દ્વારા જનરલ બોર્ડ પુર્વે પણ સભાસ્થળ બહાર ગાયોના મોત મુદ્દે શ્રધ્ધાંજલિ આપવા ધરણા યોજયા હતાં અને પશુધનના મોત બાદ હાડકાના ચોરી અને વેંચાણમાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કર્યા હતાં તેમજ આવનાર જન્માષ્ટમીએ તેઓ દ્વારા ગાયો મુદ્દે જામનગર મહાનગરપાલિકામાં જન્માષ્ટમીની ઉજવણી કરી વિરોધ કરવાનું પણ જણાવ્યું હતું.

- Advertisement -

આ જનરલ બોર્ડમાં શ્રાવણી લોકમેળા 2024 ની અપસેટ પ્રાઈસની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. તેમજ ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ 41 (એ) હેઠળ ઈરાદો જાહેર કરવા બાબતે કમિશનરની રજૂ થયેલ દરખાસ્ત અન્વયે મુસદ્દારૂપ નગરરચના યોજના નંબર 25, યોજના નંબર 26, યોજના નંબર 27ને પણ મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત કામ ચલાઉ પૂન રચના નગર રચના નંબર 11 તથા 20 તથા ટી પી રસ્તાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ હતી. આ અંગે વિપક્ષી નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે, અગાઉની ટી પી સ્કીમ મંજૂર થઈ નથી. આ કાર્યવાહી પહેલા કરાવો ત્યારબાદ નવી સ્કીમ લાવો.

વિપક્ષી કોર્પોરેટર જેનમબેનએ ટાઉનહોલમાં ચાલતા સમારકામ અંગે પણ પ્રશ્ર્નો કર્યા હતાં. જેમાં તેમણે ટાઉનહોલની અગાઉની સાઉન્ડ સીસ્ટમ અને એસી સહિતના કિંમતની સાધનોની હાલત અંગે પુછી નવા રિનોવેટેડ ટાઉનહોલમાં જૂના કિંમતી સાધનોના ઉપયોગો અંગે સવાલો કર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular