Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોના સામેની લડાઇમાં તમામ મંત્રાલયો રાજયો પરસ્પર સમન્વયમાં રહે: પ્રધાનમંત્રી

કોરોના સામેની લડાઇમાં તમામ મંત્રાલયો રાજયો પરસ્પર સમન્વયમાં રહે: પ્રધાનમંત્રી

- Advertisement -

કોરોનાએ દેશને અજગર ભરડામાં લીધો છે. દેશમાં હોસ્પિટલ, ઓક્સિજન, ઇન્જેક્શનથી લઈને રસી સુધીની અછતની સ્થિતિ સર્જાવા લાગી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઓક્સિજનના પુરવઠાનાં અનુસંધાનમાં રાજ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં મોદીએ રાજ્યો વચ્ચે તાલમેલ બેસાડવા કહ્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ઓક્સિજનની તંગીનાં કારણે જ અનેક ઠેકાણે હોસ્પિટલમાં દર્દીઓને ભર્તી કરવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઓક્સિજન માટે રાજ્યો દ્વારા વડાપ્રધાન મોદી પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શુક્રવારે આપવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર મોદીએ દેશમાં ચિકિત્સા ગ્રેડનાં ઓક્સિજનનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમીક્ષા કરી છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય, ઔદ્યોગિક અને સંવર્ધન, સ્ટીલ, માર્ગ પરિવહન અને અન્ય મંત્રલયો તરફથી સંબંધિત જાણકારીઓ વડાપ્રધાનને પૂરી પાડવામાં આવી હતી. બેઠકમાં મોદીએ તમામ મંત્રાલયોને પરસ્પર સમન્વય અને રાજ્ય સરકારોને સહયોગ આપવા કહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular