જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા શ્રમિક યુવાકે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર શેરી નં ૬ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં નીરજભાઈ ભાવેશભાઈ લાડવા (ઉ.વર્ષ ૨૦) નામના શ્રમિક યુવકે ગત તા. ૧૦ ના રાત્રીના સમયે કોઈ કારણસર રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામા આવ્યો હતો. જયાં તેનું બુધવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની સંજયભાઈ લાડવા દ્વારા જાણ કરતા હેકો એમ એમ જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ આરંભી હતી.