Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સચેન્નાઇ ટેસ્ટમાં ફેન્સને રવિન્દ્ર જાડેજાની યાદ આવી

ચેન્નાઇ ટેસ્ટમાં ફેન્સને રવિન્દ્ર જાડેજાની યાદ આવી

- Advertisement -

શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચેન્નઈના ચેપક મેદાન પર ચાર ટેસ્ટ મેચની સીરીઝની શરૂઆત થઈ છે. પહેલા ટેસ્ટ માટે પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાના બોલર ઇંગ્લેન્ડના બેટ્સમેનની સામે પૂરી રીતે પછડાટ ખાઈ ગયા હતા. ટીમ ઇન્ડિયાને સ્પિન માટે મદદગાર પિચ પર આખા દિવસમાં ત્રણ જ વિકેટ મળી હતી. ભારતીય બોલરોના ખરાબ પ્રદર્શનને જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સને રવીન્દ્ર જાડેજાની યાદી આવી ગઈ હતી.

- Advertisement -

રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. રવીન્દ્ર જાડેજાના હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે અને તે ઇંગ્લેન્ડ વિરદ્ધ ટેસ્ટ સીરીઝમાંથી બહાર છે. રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા ત્રણ સ્પિન બોલરો સાથે મેદાન પર ઉતરી છે.

સ્પિન માટે મદદગાર પિચ પર અશ્વિન, નદીમ અને સુંદરે 56 ઓવરની બોલિંગ કરી અને માત્ર એક વિકેટ મેળવી હતી. સુંદરે તો 12 ઓવરમાં 4.6 ઇકોનોમી રેટની રેટથી 55 રન આપ્યા જ્યારે નદીમે 20 ઓવરમાં 69 રન આપ્યા હતા.
જ્યારે ભારતીય બોલરો ચેન્નઈ ટેસ્ટમાં પૂરી રીતે નિષ્ફળ જોવા મળી રહી હતી ત્યારે રવીન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એક ફેને તો સીધા જ લખ્યું કે ઇન્ડિયન ટીમ રવીન્દ્ર જાડેજા અને મહોમ્મદ શમીની બોલિંગને મિસ કરી રહ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત નવા બોલથી સૌથી વધારે વિકેટ લેવાના આંકડાથી પણ ખબર પડે છે કે ઇન્ડિયાને જાડેજાની કેટલી ખોટ પડી રહી છે. જાડેજા 2020 બાદથી જ ભારત માટે નવા બોલથી સૌથી વધારે વિકેટ લેનાર બોલરોમાં સામેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular