Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોંઘવારી વિરોધી ધરણાંમાં કોંગી કોર્પોરેટરે ઘેનની ટીકડીઓ ખાધી

મોંઘવારી વિરોધી ધરણાંમાં કોંગી કોર્પોરેટરે ઘેનની ટીકડીઓ ખાધી

કોંગી કોર્પોરેટરે અંગત કારણોસર ટીકડીઓ ખાધી : શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ : જામનગરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ

- Advertisement -

જામનગર શહેરમાં આજે સવારે એસ.ટી. ડેપો નજીક કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ચીજવસ્તુઓના ભાવોમાં તોતિંગ ઉછાળો આવતા મોંઘવારી સંદર્ભે ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહિલા કોર્પોરેટરે ઘેનની ટીકડીઓ ખાઈ લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ – ડીઝલ સહિતની ચીજવસ્તુઓના તોતિંગ ભાવ વધારાના વિરોધમાં ધરણાં અને પ્રદર્શન યોજવામાં આવી રહ્યાં છે. છેલ્લાં ત્રણ દિવસથી કોંગ્રેસ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરૂધ્ધ ધરણાં યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે જામનગર શહેરમાં એસ.ટી. ડેપો પાસે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તથા કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં અને પ્રદર્શનના યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ ધરણા દરમિયાન મીડિયાની ઉપસ્થિતિમાં જ ઘેનની ટીકડીઓ ખાઈ લેતા ભાગદોડ મચી ગઈ હતી અને તાત્કાલિક વાહનમાં કોર્પોરેટરને હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

- Advertisement -

દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને કોપોર્ર્રેટર રચનાબેન નંદાણીયાએ ટીકડીઓ ખાધા સંદર્ભે પ્રશ્નો પૂછાતા પ્રમુખ આ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધી પ્રદર્શનનો હતો અને આ દરમિયાન કોંગી નગરસેવિકા રચનાબેને તેમના અંગત કારણોસર ટીકડીઓ ખાધી હશે તે અંગે તેઓ જ જવાબ આપી શકે. પરંતુ, અમારો કાર્યક્રમ મોંઘવારી સંદર્ભે રાજ્યની અને દેશની જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular