Sunday, January 12, 2025
Homeરાજ્યગુજરાતએક મહેશની ગેરહાજરીમાં, ઘરે બીજો મહેશ હતો !

એક મહેશની ગેરહાજરીમાં, ઘરે બીજો મહેશ હતો !

- Advertisement -

વડોદરામાં જવાહરનગર પોલીસે સોમવારે મોડી રાત્રે અટકાયત કર્યાં બાદ જમીન દલાલ રહસ્યમય મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. વડોદરાના બાજવા-કરચીયા રોડ પર આવેલા જલારામનગરમાં રહેતા જમીન દલાલના બાજવા-કરચીયા રોડ પર આવેલા ગિરીરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે આડા સંબંધ હતા. પરિણીતાનો પતિ બંનેને ઘરમાં જોઇ જતા જમીન દલાલની હત્યા કરી નાખી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે અને આરોપીએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વર્ધી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મૃતક જમીન દલાલના પરિવારજનોએ પોલીસે માર મારતા તેમનું મોત થયું હોવાના આક્ષેપ કર્યાં હતા.

- Advertisement -

વડોદરા શહેર નજીક બાજવા ગામમાં 3, જલારામનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢીયાર(ઉ.40), પત્ની જશોદાબેન અને માતા સાથે રહેતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સોમવારે મોડી રાત્રે બાજવા-કરચીયા રોડ પર આવેલા ગિરીરાજ ફ્લેટમાં રહેતા મહેશ જનકભાઇ પંચાલે પોલીસ કંટ્રોલરૂમને વર્ધી આપી હતી. જેને આધારે પોલીસ આધારે પોલીસ મહેશ જનકભાઇ પંચાલ અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈ પઢીયારની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

આ દરમિયાન મહેન્દ્રભાઇને અચાનક ગભરામણ થતાં પોલીસ તેને બાજવાના સરકારી દવાનાખામાં લઇ ગઇ હતી. જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો. આમ જમીન દલાનનું રહસ્યમય મોત થતાં પરિવારજનો સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

- Advertisement -

પરિવારજનોના આક્ષેપને પગલે જવાહર પોલીસ અને એસીપી બકુલ ચૌધરીએ સઘન તપાસ શરૂ કરી હતી અને મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું ઘટસ્ફોટ થયો હતો. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતા તેમાં પણ મહેન્દ્રને માર માર્યાં બાદ મોત થયું હોવાનું ખુલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેષ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક જમીન દલાલ મહેન્દ્ર ઉર્ફે મહેશભાઇ પઢીયારના મહેશ પંચાલની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. અને મહેશ તેની પત્ની અને મહેન્દ્રને તેમના ઘરમાં સાથે જોઇ ગયો હતો. જેથી ઉશ્કેરાટલમાં આવીને મહેશે મહેન્દ્ર(મહેશ)ને માર માર્યો હતો, ત્યાર બાદ મહેન્દ્રનું મોત થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular