Friday, December 13, 2024
Homeરાજ્યધ્રોલના રાજપર ગામે અઠવાડિયામાં 142 પશુઓના મોતથી દોડધામ

ધ્રોલના રાજપર ગામે અઠવાડિયામાં 142 પશુઓના મોતથી દોડધામ

પશુ ડોકટર સહિતની ટીમ દોડી ગઇ : પીએમ સહિતની કામગીરી હાથ ધરાઇ

- Advertisement -

ધ્રોલ તાલુકાના રાજપર ગામે છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા માલધારી પરિવારના 142 જેટલા ઘેટા-બકરાના મોત થતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં વેટરનિટી ડોકટર સહિતની ટીમો દોડી જઇ મૃત પશુઓના પીએમની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

ધ્રોલ તાલુકાના રાજપર ગામે રહેતાં અને પશુપાલનનો વ્યવસાય કરતાં જુદા જુદા પરિવારોના 142 જેટલા ઘેટા-બકરાના કોઇ કારણસર મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવતાં દોડધામ મચી ગઇ છે. રાજપર ગામે રહેતા સુરાભાઇ બાંભવા, મચ્છભાઇ બાંભવા, કરશનભાઇ ટોરિયા, કારાભાઇ ટોરિયા, ઘેલાભાઇ ટોરિયા, બાવાભાઇ ટોરિયા, સુરાભાઇ ટોરિયા સહિતના માલધારીઓ પોતાના ઘેટા-બકરાને દૈનિક ક્રમ મુજબ એક વાળામાં રાખતા હતાં. જેમાં છેલ્લા છ-સાત દિવસથી દરરોજ 15 થી 20 જેટલા પશુઓના મોત નિપજતાં હતાં. પ્રાથમિક તબક્કે કોઇ રોગ હોવાનું માની માલધારીઓ મૃત પશુઓને દફન કરી દેતાં હતાં.

જો કે, પશુઓના મોતનો સિલસિલો ચાલુ રહેતા આ અંગે સરપંચને જાણ કરી હતી. આ બનાવમાં 142 જેટલા પશુઓના મોત થયાનું બહાર આવતાં આ અંગે પશુપાલન વિભાગને જાણ કરવામાં આવતાં પશ ડોકટર સહિતની વેટરનિટી વિભાગની ટીમ તાકિદે દોડી ગઇ હતી અને મૃતપશુઓના મૃતદેહ બહાર કાઢી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular