જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકસી રહેલાં આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે પ1.57 કરોડના જુદા-જુદા કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 51.83 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.જેમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વોટર પાઇપ લાઇન તથા વોર્ડ નં.12માં સીસી બ્લોકના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1404 આવાસ યોજનાના રહેવાસીઓની બાકી રોકાતી રકમ ભરપાઇ કરવા માટે વ્યાજ મુકિતની મુદતમાં બે માસનો વધારો કરવામાં આવ્યો છે.