જામનગર જિલ્લા અને મોરબી તાલુકામાં રૂા. 7475 લાખના રસ્તાના કામોને સૈધ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપતાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના તેમજ મોરબી તાલુકાના રોડ-રસ્તા બીસ્માર હાલતમાં હોવાથી લોકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલી તેમજ રસ્તા સમારકામની તાતી જરૂરીયાત હોવાની મળેલ વ્યાપક રજુઆતો અન્વયે સદરહું રસ્તાઓ સ્ટ્રેગ્ધનિંગ અને રીસર્ફેસિંગ તથા આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જીલ્લા માટે મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પુર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા વિગેરે પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલ હતી. આવા કામોને મુખ્યમંત્રી દ્વારા સૈધ્ધાંતીક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાઓના કામો માટેની આ રજૂઆતોને અનુલક્ષીને જે માર્ગોને સાત વર્ષથી સમતલ કરવામાં આવેલ નથી તેવા ડેરી માર્ગ આર.આર.પી. રસ્તા ગ્રામ્ય માર્ગોને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખાસ અંગભૂત કાર્યક્રમ તળે મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે. સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કરેલ છે.
જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર જીલ્લા અને મોરબી તાલુકાના 36 માર્ગો માટે રૂા. 7475 લાખના રસ્તાના આ વિકાસ કામો સૈધ્ધાંતિક રીતે મંજુર થતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.