Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરહાઇ-વે પર લૂંટ અને ધાડની તૈયારીમાં બેઠેલ ગેંગના આરોપીનો નિર્દોષ છૂટકારો

હાઇ-વે પર લૂંટ અને ધાડની તૈયારીમાં બેઠેલ ગેંગના આરોપીનો નિર્દોષ છૂટકારો

- Advertisement -

જામનગર ખાતે હાઈવે ઉપર અવાર નવાર લુંટારૂ ગેંગ ધ્વારા રાહદારીઓને ટ્રક ચાલકો અને મોટર ચાલકોની વચ્ચે મોટર સાયકલ નાખી ઉભા રાખી અને મરચાની ભુંકી છાંટી અને નિશાન બનાવી અને લુંટ ચલાવવામાં આવતી આ લુંટ અંગે જામનગરમાં હાહાકાર મચી ગયો હતો. જેથી પોલીસનું રાઉન્ડ ચેકીંગ અને કોમ્બીંગ ચાલું કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ ગેંગની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી.

- Advertisement -

આ દરમ્યાન આરોપી જાવીદ ડાડો મીયાવડ, મહેશ ઉર્ફે મયલો કણજારીયા, યોગેશ ઉર્ફે ગરીયો પરમાર, મહમદ ઉર્ફે મહમદ સાદીકોટ, હુશેનભાઈ અલીભાઈ સંધી આરોપીઓ પોતાના પાસે ધાતકી હથીયારો જેવા બેઝબોલનો ધોકો, સાયકલની ચેઈન, છરી, લોખંડના પાઈપ, ત્રીકમ મરચાની ભુંકી સાથે લુંટ કરવાના ઈરાદે નિકળતા તેમની અટક કરવામાં આવી હતી.

આરોપીઓ સામે લુંટનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને અદાલત સમક્ષ્ા તપાસ કરનાર પોલીસ અધિકારીએ ચાર્જશીટ દાખલ કરી હતી. સમગ્ર કેસ ચાલી જતાં સેશન્સ કોર્ટે આરોપી તરફે થયેલ રજૂઆતો ગ્રાહ્ય રાખી અને આરોપીઓને નિર્દોષ ઠરાવી અને છોડી મુકેલ હતો. આ કેસમાં આરોપી મહમદ ઉર્ફે વોરો ઉર્ફે લકબાલ બદરુભાઇ સાદીકોટને નિર્દોષ ઠરાવેલ તેના તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નિતેશ મુછડીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular