ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના જુદાં-જુદાં વિસ્તારોમાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યાં હતાં તેમણે ગુજરાત ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે ઓખા મંડળના ક્ષત્રિય-વાઘેરોના ખમીર, ઝમીર અને દેશ-ભકિતના વખાણ કર્યા હતાં. આ તકે પબુભા માણકે દ્વારા ક્ષત્રિય-વાઘેર અને ઓખા મંડળ વતી જે.પી.નડ્ડાને પહેરાવેલ વાઘેર પાઘડી બદલ તેમણે ખુશી વ્યકત કરી હતી અને ક્ષત્રિય-વાઘેરોના વખાણ કરી બિરદાવ્યાં હતાં.