જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં પડોશીના ત્રાસના કારણે પિતા અને બે પુત્રીઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે આ મામલે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામે રહેતા નાનજીભાઇ મુળજીભાઇ મકવાણા (ઉ.વ.49) તેથા તેમની બે પુત્રીઓ અજંની (ઉ.વ.20) તથા ભારતીબેન (ઉ.વ.19) નામના ત્રણેય વ્યકિતઓએ ગુરૂવારે રાત્રે ઘેર આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા લાલપુર પોલીસે પીપળી ગામે તેમજ જી.જી.હોસ્પિટલ પહોંચી ગઇ હતી અને પ્રાથમિક પુછપરછ દરમિયાન નાનજીભાઇ મકવાણાના પાડોશમાં રહેતા હમીર મકવાણા કે જેઓ કુંટુંબી થાય છે જેની સાથે રસ્તે ચાલવા બાબતે ઝઘડો ચાલે છે. આ બાબતે અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવાથી સામુહિક રીતે ફિનાઇલ પી અને આપઘાતનો પ્રયાસ કરી લેવાનું જણાવતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.