મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા હસીનાબેન હુસેનભાઈ આમદભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાને આ જ વિસ્તારમાં રહેતા વિરેન્દ્રભા લખુભા માણેક, લખુભા માણેક તથા અમરબેન લખુભા માણેક નામના ત્રણ વ્યક્તિઓએ બેફામ માર માર્યાની તથા તેમની સાથે સાહેદ હમીદાબેનને પણ બિભત્સ ગાળો કાઢી, ઢીકા પાટુનો માર મારવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી હસીનાબેનનો પાંચ વર્ષનો પુત્ર આહિલ તથા આરોપી વિરેન્દ્રભા માણેકનો પુત્ર રમતા હતા, ત્યારે આ બંને બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં મહિલા સહિત ત્રણ શખ્સો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.