હાલમાં કોરોનાની ત્રીજી લહેરને લઇ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેની ગંભીરતાને ધ્યાને લઇ મીઠાપુરમાં પોલીસ દ્વારા લોકોને ફરજિજયાત માસ્ક પહેરવા કડક સૂચના આપી માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે પોલીસ સ્ટેશનના પીઆઇ જી.આર.ગઢવી દ્વારા પોલીસ સ્ટાફના કાફલા સાથે સુરજકરાડી ગામ ના વેપારીઓ મીઠાપુરના વેપારીઓ, તેમજ નાગરિકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે ગામમાં પેટ્રોલિંગ કર્યુ હતું. જેમાં સુરજકરાડી હાઇવેરોડ અને મીઠાપુર ટાટા કંપનીના ગેટથી મેઇન બજાર ઝંડાચોક, ન્યૂરેકી બજારમાં દરેક લોકોને માસ્ક ફરજિયાત પહેરવાની સુચનાઓ આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગામમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલાયો હતો.