માણાવદર ના ખારાપાટ વિસ્તારમાં તંત્ર દ્વારા બળજબરી પૂર્વક લોકોના ઘર ખાલી કરાવવામાં આવી રહ્યા હોય એનસીપી નેતા રેશમા પટેલ દ્વારા આ વિસ્તાર ના લોકોને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
એનસીપી નેતા રેશમા પટેલ અને સાથીદારો જૂનાગઢ જિલ્લા ના માણાવદરમાં ખારાપાટ વિસ્તારમાં રહેતા લોકો ના ઘર ખાલી કરાવવામાં આવતા હોય રેશમા પટેલ દ્વારા આ વિસ્તાર ના લોકો સાથે માણાવદર મામલતદાર ને તમામ દાસરતાવેજી પુરાવા સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. રેશ્મા પટેલએ આક્રમકતા થી દાવો કર્યોહતો કે ભાજપ મંત્રી જવાહરભાઈ ચાવડા ના ઇસારે માણાવદર ના ખારાપાટ વિસ્તારમાં 40 વર્ષથી રહેતા આશરે 300 લોકોને હેરાન-પરેશાન કરી તંત્ર દ્વારા બળજબરીપૂર્વક ઘર ખાલી કરાવવામાં આવી રહ્યા છે લોકો ની ઘર ના બદલા માં ઘર આપવાની માંગણી છે અને તંત્ર દ્વારા બળજબરી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને બળજબરી પૂર્વક ઘર તોડવામાં આવશે તો રેશ્મા પટેલ દ્વારા અંગે લડત આપવા જણાવ્યું છે.